રામગોપાલ વર્મા જેવા લોકોની જગ્યા જેલમાં જ છે: ઉદ્ધવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ફિલ્મ નિર્માતા રામગોપાલ વર્માએ મહિલા દિવસે મહિલા વિશે કરેલા વિવાદગ્રસ્ત ટ્વીટ સામે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ આકરું વલણ લીધું છે. રામગોપાલ જેવા લોકોને મહારાષ્ટ્રમાં માથું ઊંચું કરીને જીવવાનો કોઈ અધિકાર નથી. તેમની જગ્યા જેલમાં જ છે એ પારદર્શક સરકારે ધ્યાનમાં રાખવું જોઈ એમ કહીને ઉદ્ધવ ઠાકરેએ સરકારને પણ ચીમટો ભર્યો છે.

સૈનિક પત્નીના કરેલું અપમાન જેટલું ઘૃણાસ્પદ છે

વર્મા, સંજય લીલા ભણસાલી અને ભાજપના સસ્પેન્ડેડ વિધાનસભ્ય પ્રશાંત પરિચારકે મહિલાઓની કરેલી બદનામીની ટીકા સામનામાં આજે કરવામાં આવી છે. અભિવ્યક્તિ અને કળાનું નામ આગળ કરીને ભણસાલી, રામગાપોલ વર્મા, ખાન છટકી જાય છે. પ્રશાંત પરિચારકે તો સૈનિક પત્નીના કરેલું અપમાન જેટલું ઘૃણાસ્પદ છે તેટલું જ રામગોપાલ વર્માએ કરેલું વક્તવ્ય સંતાપજનક છે. રામગોપાલ જેવાને સમાજમાં અને મહારાષ્ટ્રમાં ટટ્ટાર માથું રાખીને જીવવાનો અધિકાર નથી. તેમની જગ્યા જેલમાં છે.

સની લિયોનીનું જીવન ગમે તેટલું વિવાદાસ્પદ ભલે હોય, પરંતુ તેના જીવનનો આ રીતે ઉદ્ધાર કરવાનો અધિકાર રામગોપાલ જેવા લોકોને કોણે આપ્યો છે એવો પ્રશ્ન કરવામાં આવ્યા છે. બધી મહિલાઓએ પુરુષોને સની લિયોન જેવી ખુશી આપવી જોઈએ એવું ફાલતુ અને ગંદું વક્તવ્ય કરીને વર્માએ આપણી સંસ્કૃતિ પર પિચકારી મારી છે. સીમા પર જવાનો લોહી રેડે છે અને અહીં હિંદી ફિલ્મવાળા પાકિસ્તાન સાથે ધંધો કરે છે. આ પ્રવૃત્તિના વિરોધમાં અવાજ ઉઠાવનારા શિવસૈનિકોને ગુનેગાર ઠરાવવામાં આવે છે. ઈતિહાસ અને સમાજ જેમને આદર્શ માને છે તેમને તમે કળા અને કળા સ્વાતંત્ર્યને નામે કેટલા વિદ્રુપ કરશો એવો પ્રશ્ન કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...