રામમંદિરની જેમ કરજમુક્તિ પણ બાબુશાહીમાં અટવાઈ: ઉદ્ધવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: અકોલાનું ખેડૂત આંદોલન અને આગામી શિયાળુ સત્રની પાર્શ્વભૂમિ પર ઉદ્ધવ ઠાકરેએ ફરીથી ભાજપ પર નિશાન સાધ્યું હતું. અયોધ્યના રામમંદિરની જેમ મહારાષ્ટ્રના ખેડૂતોની કરજમુક્તિ પણ બાબુશાહીમાં અને ઘોષણાબાજીમાં અટવાઈ ગઈ છે. તેથી સરકારે દેખાડેલ ગાજરથી નિરાશ થઈને ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. યશવંત સિંહા ઝારખંડમાંથી વિદર્ભમાં આવ્યા અને તેમણે આંદોલન કર્યું. તેઓ કયારેય લોકનેતા નહોતા. છતાં ખેડૂતો મોટી સંખ્યામાં તેમની પાછળ ઊભા રહ્યા. ભાજપ અને સરકાર માટે આ જોખમની ઘંટડી છે એવો ઈશારો તેમણે ભાજપને આપ્યો હતો. 


શિવસેનાના મુખપત્ર થકી ઉદ્ધવે ભાજપ પર હલ્લાબોલ કર્યું હતું. યશવંત સિંહા ભાજપના નાખી દેવા જેવા અને બિનઉપયોગી નેતા છે એમ કેટલાક લોકોનું જણાવવું છે. તો પછી સિંહાને વિદર્ભમાં આટલો ટેકો કેમ મળ્યો? ચંદ્રકાંત પાટીલથી લઈને મુખ્યમંત્રી સુધી તમામ નેતાઓએ તેમને શા માટે મનાવવા પડ્યા? 11 ડિસેમ્બરથી નાગપુરમાં શિયાળુ સત્રની શરૂઅાત થાય છે. આ આંદોલનનો ભડકો થવાના ડરથી અને આગામી શિયાળુ સત્રમાં એના ફટાકડા ન ફૂટે એ માટે સત્તાધીશોએ દોડધામ કરવી પડી એમ ઉદ્ધવે જણાવ્યું હતું. 


યશવંત સિંહા સાથે અમારી ફોન પર ચર્ચા થઈ હતી. સવાલ ખેડૂતોના જીવનમૃત્યુનો છે. અમે સરકારમાં છીએ, સત્તાનું શું થશે એનો વિચાર ન કરતા શિવસેનાએ સૌ પ્રથમ લડાઈનું રણશિંગુ ફૂંક્યું હતું. તેથી કોઈ પણ રાજકીય નફાનુકસાનનો વિચાર ન કરતા અમે સિંહાને ટેકો આપ્યો. આખરે સરકારે તેમની માગણીઓ પૂરી કરવાનું આશ્વાસન આપ્યું અને સિંહાએ આંદોલન પાછુ ખેંચ્યું. કરજમાફીની જેમ આ આશ્વાસનની અમલબજાવણીની ગત ન થાય. અકોલાના ખેડૂતોનો ઉદ્વેગ સમજીને આશ્વાસનની પૂર્તી કરવી જોઈએ. આ આંદોલન દ્વારા ખોટા ગપ્પા મારીને ઝાઝો સમય રાજકારણ કરી શકાય નહીં એ જ ખેડૂતોએ જણાવ્યું છે અને અમે ખેડૂતો સાથે છીએ એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...