તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાશિકના ખેડૂતોનું સરકારને બે દિવસનું અલ્ટિમેટમ, 12 જૂનના મોરચો કાઢશું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાશિક: ખેડૂતોના પ્રશ્નો પર નાશિકમાં સુકાણુ સમિતિની બેઠક યોજાઈ હતી. ખેડૂતોના આંદોલનમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપીને બેઠક શરૂ કરવામાં આવી હતી. નાશિકના વરિષ્ઠ ખેડૂત માધવરાવ ખંડેરાવ મોરેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારને બે દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. માગણીઓ માન્ય નહીં થાય તો 12 જૂનના તહેસીલ કાર્યાલય પર મોરચો કાઢશું. તેમ જ 13 જૂનના રાજ્યમાં રેલ રોકો કરશું એવો ઈશારો સુકાણુ સમિતિના સભ્ય અને કમ્યુનિસ્ટ નેતા અજિત નવલેએ આપ્યો હતો.

કરજમાફી અને પાકને ખાતરી ભાવ માટે ખેડૂતોએ પોકારેલું આંદોલન આગામી દિવસોમાં કેવું રહેશે એના માટે નવેસરથી સ્થાપવામાં આવેલી સુકાણુ સમિતિની નાશિકમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતા સંસદસભ્ય રાજુ શેટ્ટી, શેકાપ નેતા જયંત પાટીલ, વિધાનસભ્ય બચ્ચુ કડુ અને ખેડૂત નેતા રઘુનાથદાદા પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અમે સરકારને બે દિવસનું અલ્ટિમેટમ અાપીએ છીએ. માગણીઓ માન્ય કરો અથવા 12 જૂનના તહેસીલ કાર્યાલય પર મોરચો અને 13 જૂનના રેલ રોકો કરશું. સમન્વય સમિતિ હજી મૂળ સ્વરૂપમાં આવી નથી. એના પર ચર્ચા ચાલુ છે. જેમના નામ આવશે એના પર વિચાર કરશું. એક સંગઠનમાંથી એક જણને લેવામાં આવશે અને 13 જૂન પછી ફરીથી બેઠક કરશુ એમ અજિત નવલેએ જણાવ્યું હતું.

હડતાળ દેશના સ્તરે લઈ જશું

સદાભાઉ ખોત ભાજપની ભેખડે ભરાયા છે. તેમણે ખેડૂતોના હિત તરફ પીઠ ફેરવી હોઈ એવું વર્તન કરી રહ્યા છે એનું દુખ થાય છે. સમય ગયો નથી. ફડણવીસનો પક્ષ લેતા થોડું ખેડૂતોની તરફ પણ જોવું એમ સ્વાભિમાની શેતકરી સંગઠનના રાજુ શેટ્ટીએ જણાવ્યું હતું. ખેડૂતોની હડતાળ હવે રાજ્યમાં જ નહીં પણ દેશના સ્તરે લઈ જવી છે. ટૂંક સમયમાં દેશના અન્ય રાજ્યોનો પ્રવાસ કરવો છે. સ્વામિનાથન આયોગ સૂચના લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા વિરોધ પક્ષોને એક કરીને તેમનું સહકાર્ય લેવું છે એમ તેમણે જણાવ્યું હતું. ફડણવીસ કાયદા પંડિત હોવાથી તેમને તેમના જૂના ભાષણો મોકલશું. સત્તામાં રહેવાનું સસપેન્સ ટૂંક સમયમાં ઉઘાડું પાડીશ એવું રહસ્યોદઘાટન શેટ્ટીએ કર્યું હતું.

મુખ્યમંત્રીએ ખેડૂતોને છેતર્યા

આજે ફરીથી નવેસરથી એક થયા છીએ. ખેડૂતો કરજને કારણે આત્મહત્યા કરી રહ્યા છીએ. પુણતાંબાના ખેડૂતોની ભૂલ નથી. પુરોગામી મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ભોળા ખેડૂતોને છેતર્યા એવી ટીકા ખેડૂત નેતા રઘુનાથદાદા પાટીલે કરી હતી. 

આગંતુક મહિલાની ઘાંધલ

સુકાણુ સમિતિની બેઠકમાં એક આગંતુક મહિલાએ ઘોષણાબાજી શરૂ કરી હતી. તેથી ધાંધલ મચી ગઈ હતી. કલ્પના ઈનામદાર નામની આ મહિલા મુંબઈની સામાજિક કાર્યકર્તા છે. સુકાણુ સમિતિની બેઠક શરૂ થતા જ એ સ્ટેજ પર ચઢી ગઈ હતી અને ઘોષણાબાજી શરૂ કરી હતી. આ ખેડૂતોનું આંદોલન છે. તો પછી રાજકીય નેતા મંચ પર અને સમિતિમાં શા માટે છે? રાજુ શેટ્ટી સત્તામાં છે તો મંચ પર શા માટે એવો સવાલ કરતા ઈનામદારે વાંધો ઉઠાવ્યો હતો. 

ભાઈ જગતાપ મંચથી નીચે

આ બેઠકમાં કોંગ્રેસના નેતા ભાઈ જગતાપનો વિરોધ કરતા ખેડૂતોને રાજુ શેટ્ટીએ સમજાવ્યા હતા. ખેડૂતોની લડાઈ માટે જે કોઈ ટેકો આપશે એ અાપણે લેવાનો છે. ગેરસમજ ન કરશો એમ શેટ્ટીએ જણાવ્યું હતું. પણ લોકો સાંભળવા તૈયાર નહોતા. તેથી ભાઈ જગતાપે મંચથી નીચે બેસવું પડ્યું હતું. 

મુંબઈનું પાણી કાપશું

મુંબઈનું પાણી કાપશું એ આગળની લડાઈ છે. ભવિષ્યમાં પણ આ લડાઈ કરશું. નાશિક, રાયગઢ જિલ્લા નક્કી કરશે તો મુંબઈનું પાણી બંધ થશે. કેસથી અમે ડરતા નથી. અમારી સરકાર આવશે એટલે કેસ પાછા ખેંચશું એમ શેકાપ વિધાનસભ્ય જયંત પાટીલે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...