મુંબઈ: બારમા ધોરણનું કોમર્સનું વધુ એક પેપર ફૂટ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: બારમા ધોરણની પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટનાઓ અટકતી નથી. મુંબઈમાં શુક્રવારે બારમા ધોરણની કોમર્સ શાખાનું બુક કિપિંગ એન્ડ એકાઉન્ટન્સીનું પેપર ફૂટી ગયું હતું. કાંદીવલીમાં ડો. ટી.આર. નરવણે કોલેજમાં આ ઘટના બની હતી. 
 
વિદ્યાર્થીઓને પૂછપરછ માટે તાબામાં લેવામાં આવ્યા

બારમા ધોરણની કોમર્સ શાખાનું પેપર શુક્રવારે હતું. પણ પરીક્ષા કેન્દ્ર ડો. ટી.આર. નરવણે કોલેજમાં બે વિદ્યાર્થીઓ 11.30થી 11.45ના સુમારે આવ્યા હતા. તેમના પર સંશય જતા તેમની તપાસ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓની ફોન બુકમાં બુક કિપિંગ એન્ડ એકાઉન્ટન્સી વિષયનું પ્રશ્નપત્ર મળી આવ્યું હતું. આ પ્રકરણે કાંદીવલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોઈ બંને વિદ્યાર્થીઓને પૂછપરછ માટે તાબામાં લેવામાં આવ્યા હતા. મોબાઈલ ફોન લઈ જવા પ્રતિબંધ હોવા છતાં આ ઘટના બનવાથી તેમના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા. 

વોટ્સએપ પર પેપર વાયરલ

2 માર્ચ મરાઠી
3 માર્ચરાજ્યશાસ્ત્ર
4 માર્ચસેક્રેટરિયલ પ્રેક્ટિસ, ભૌતિકશાસ્ત્ર
6 માર્ચ ગણિત, સંખ્યાશાસ્ત્ર
10 માર્ચ બુક કિપિંગ એન્ડ એકાઉન્ટન્સી
અન્ય સમાચારો પણ છે...