મુંબઇમાં વાયુસેનાનાં જવાને બે સાથીઓનાં ઢીમ ઢાળી દીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખારમાં એરફોર્સના ગાર્ડે તેના બે સાથીને ઠાર માર્યા
-
ગોળીબાર કરીને ભાગી ગયેલા રક્ષકને ગોરેગાવથી પોલીસે પકડી પાડયો


ખારમાં વાયુસેનાના કાર્યાલયમાં રાત્રિના સમયે ફરજ બજાવતા એક સુરક્ષા રક્ષકે તેના જ ચાર સહકારીઓ પર એસએલઆર રાઈફલમાંથી ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એચ. આર. સિંગ અને સોમનાથનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં તાં, જ્યારે પિગબહાદુર સિંહ અને ભીમસિંહ ઘાયલ થયા હતા. આ બંને પર નૌસેનાની આઈએનએસ હોસ્પિટલમાં ઉપચાર ચાલી રહ્યો હોઈ આ બંનેની તબિયત જોખમથી બહાર છે. દરમિયાન ગોળીબાર કરીને ભાગી ગયેલા આરોપી સુરક્ષા રક્ષક આર એચ. યાદવની ગોરેગાવ વિસ્તારના વનરાઈમાંથી એક બીટ માર્શલે ધરપકડ કરી હતી. તેને ખારની હદમાં નિર્મલનગર પોલીસને હવાલે કરાયો છે.
સોમવારે રાત્રે ૧.પ૦ વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. ખાર ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસને લાગીને આવેલા સર્વિ‌સ રોડ પર પટેલનગર, વાયુસેનાના મુખ્ય કાર્યાલયમાં આ ઘટના બની હતી. આ સ્થળે વાયુસેનાનું કાર્યાલય હોઈ ત્યાં વાયુસેનાનાં વિમાનોને સિગ્નલ આપવાનું કામકાજ થાય છે. આ સ્થળે સોમવારે રાત્રે આર. એચ. યાદવ રાતપાળીમાં ફરજ પર હતો. તેની સાથે અન્ય છ રક્ષક ફરજ પર હતા. તે સૌ ડિફેન્સ સિકયુરિટી કોપ્સના કર્મચારી છે.
આગળ વાંચો, જવાને ઉંધી રહેલા સાથીઓ પર અંધાધુંધ ફાયરિંગ કર્યુ.....