• Gujarati News
  • Trial Of Human Execution Was Proclaimed Against Salman

સલમાન સામે સદોષ માનવ વધનો ખટલો ચલાવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૨૦૦૨ના હિ‌ટ એન્ડ રન કેસમાં હવે બોલિવૂડ અભિનેતાને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે
૨૦૦૨ના હિ‌ટ એન્ડ રન કેસમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ વધી ગઇ છે. મુંબઇની કોર્ટે મહારાષ્ટ્ર સરકારની કલમ ૩૦૪ (૨) હેઠળ સદોષ માનવવધ (કલ્પેબલ હોમિસાઇડ)નો કેસ ચલાવવાની અરજી સ્વીકારી લીધી છે.
સલમાન સામે અત્યારે ૩૦૪ (૧) (બેદરકારીથી ગાડી ચલાવવી) હેઠળ કેસ ચાલી રહ્યો છે. આ અપરાધ માટે વધુમાં વધુ બે વર્ષની સજાની જોગવાઇ છે પરંતુ કલમ ૩૦૪ (૨) હેઠળ મહત્તમ ૧૦ વર્ષની સજા થઇ શકે છે.
મેજિસ્ટ્રેટે સુનાવણી માટે કેસ સેશન્સ કોર્ટમાં મોકલી દીધો છે. સલમાન ખાને આગામી ૧૧મી ફેબ્રુઆરીએ કોર્ટમાં ઉપસ્થિત થવું પડશે. સલમાનના વકીલ આ આદેશને બોમ્બે હાઇકોર્ટમાં પડકારવાની તૈયારીમાં છે.
૨૦૦૨ની ૨૮મી સપ્ટેમ્બરે સલમાન ખાનની ટોયોટા લેન્ડ ક્રૂઝર કાર બાન્દ્રા વિસ્તારમાં
આવેલી એક બેકરીમાં ઘૂસી જતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું અને અન્ય ચાર લોકો ઘવાયા હતા. તેઓ બધા ફૂટપાથ પર ઊંઘી રહ્યા હતા. બાન્દ્રા કોર્ટમાં કેસની સુનાવણી ૨૦૦૬માં શરૂ થઇ હતી.