છેલ્લા ત્રણ દાયકોઓથી ટ્રાન્ઝિટ કેમ્પમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેસ પ્રાપ્ત બિલ્ડિંગોનો વિકાસ રખડી પડયાને લીધે વર્ષોથી ટ્રાન્ઝિટ કેમ્પમાં પડી રહેલા રહેવાસીઓને હકનું ઘર આપવાને બદલે બિલ્ડિંગના રિપેરિંગ અને પુનર્રચના બોર્ડે ફરીથી નવા ટ્રાન્ઝિટ કેમ્પમાં મોકલવાની હિ‌લચાલ શરૂ કરી છે. ગોરેગામ ખાતે બે બિલ્ડિંગોમાં રહેવાસીઓ ફરીથી ઘરનું સ્વપ્ન બતાવી તેમની રવાનગી નવા સંક્રમણ શિબિરમાં કરવાનો પત્ર બોર્ડે લખ્યો છે. ગોરેગામ, સિદ્ધાર્થ નગર ખાતે સંક્રમણ શિબિર બિલ્ડિંગ નંબર ૩૨ અને ૩૩માં દક્ષિણ મુંબઈના સેસ પ્રાપ્ત બિલ્ડિંગનાં અનેક કુટુંબો છેલ્લા બેથી ત્રણ દાયકાથી રહે છે.

માજી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ મુખ્ય પ્રધાન હતા ત્યારે ટ્રાન્ઝિટ કેમ્પના રહેવાસીઓને તે જ સ્થળે પુનર્વસન કરવાની ઘોષણા ૧૭મી ડિસેમ્બર ૨૦૦૮ના નાગપુર સત્રમાં કરી હતી, પરંતુ હકીકતમાં આ પુનર્વસન માત્ર સ્વપ્ન જ રહી ગયું હતું. હવે ટ્રાન્ઝિટ કેમ્પનો પુનર્વિ‌કાસ કરી ત્યાં ટાવર બાંધવાની મ્હાડાની યોજના છે. ટાવર બાંધવા માટે ટ્રાન્ઝિટ કેમ્પના રહેવાસીઓને નવા સ્થળે સ્થળાંતર કરવાની હિ‌લચાલ ચાલુ થઈ છે. ટ્રાન્ઝિટ કેમ્પ વેલફેર એસોસિયેશનના અધ્યક્ષ અભિજિત પેઠેને એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સી-૩, ડિવિઝનબ ઓફિસ ચંદનવાડીનો રજિસ્ટર્ડ પત્ર મળ્યો હતો.

સ્થળાંતર માટે યોગ્યતા દસ્તાવેજો મ્હાડાની ઓફિસમાં રજૂ કરવાનો નિર્દેશ આ પત્રમાં આપવામાં આવ્યો છે. હકનું ઘર મળશે એવી આશામાં ત્રણ દાયકાઓ સુધી રાહ જોઈ અને હવે હકનું ઘર આપવાને બદલે અમને નવા ટ્રાન્ઝિટ કેમ્પમાં મોકલવાની હિ‌લચાલ થઈ રહી છે. તેનો કેટલાક જણે વિરોધ કરતાં તેમને ગોરેગામમાં જ સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા એવી વ્યથા પેઠેએ વર્ણવી હતી, જ્યાં રહે છે ત્યાં જ પુનર્વસન કરી ધારાવીમાં ઝૂંપડપટ્ટી ધારકો પ્રમાણે ૪૦૦ ચોરસફૂટના ફલેટ આપવાની માગણી તેમણે કરી હતી.