તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટીકુ તલસાણિયા સહિ‌ત અનેકને છેતરનાર ઝબ્બે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ટીકુ તલસાણિયા સહિ‌ત અનેકને છેતરનાર ઝબ્બે
-આરોપી પરાગ શાહ તલસાણિયાની સ્પોર્ટ્સ બાઈક-રૂ. ૬ લાખ લઈ ફરાર થઈ ગયો હતો
જૂની કાર- બાઈકની લેવેચ કેસમાં નામાંકિત ગુજરાતી અભિનેતા ટીકુ તલસાણિયા સહિ‌ત અનેકને છેતરનારા કાંદિવલીના રહેવાસી ૩૯ વર્ષીય પરાગ પ્રવીણચંદ શાહને આખરે પોલીસે ઝડપી લીધો છે.
ટીકુ તલસાણિયાએ ગામદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેની સ્પોર્ટ્સ બાઈક રૂ. ૩ લાખમાં વેચી આપવાની આરોપીએ ખાતરી આપી હતી. ઉપરાંત હોંડા સિટી કાર ખરીદી ઘરે ડિલિવરી કરાવીશ એવું વચન આપીને વધુ રૂ. ૬ લાખ લીધા હતા. આ પછી બાઈક અને રૂ. ૬ લાખ સાથે આરોપી ફરાર થઈ ગયો હતો.
આ રીતે જ તેણે અલ્ટામાઉન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા શ્રેયસ કૃષ્ણકાંત વ્યાસને હુંડાઈ વેરના કાર ખરીદી કરવામાં મદદરૂપ થઈને સંબંધિત દસ્તાવેજો અને કારની ઘેરબેઠા ડિલિવરી કરવાનું વચન આપીને રૂ. ૧૩ લાખ લીધા હતા અને પોબારા ગણી લીધા હતા.
બાજુ બાજુ આરોપીના કુટુંબીઓએ દિંડોશી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી હતી કે તેમને પુત્ર કામ નિમિત્તે પુણે ગયો હતો, પરંતુ પરત આવ્યો જ નહોતો. જોકે તપાસમાં શંકા જતાં પોલીસે આરોપીના ઘરે જ દરોડા પાડતાં તે ત્યાંથી મળી આવ્યો હતો.પોલીસ દ્વારા આરોપી પાસેથી અભિનેતા ટીકુ તલસાણિયાની બાઈક હસ્તગત કરાઈ છે. જોકે તેને કાર ખરીદી માટે આપવામાં આવેલાં નાણાં હસ્તગત કરવાની કાર્યવાહી હજી ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.