તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Three Person Murder In 24 Hours In Mumbai : One Arrested

મુંબઈમાં ૨૪ કલાકમાં ત્રણની હત્યા: એકની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ૨૪ કલાકમાં ત્રણ જણની હત્યા કરવામાં આવી છે. આ અંગે એક કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે કેસના આરોપી ફરાર છે.આરસીએફમાં એચપી સેલ કંપની નજીક ગડકરી માર્ગ પર જ્યોતિનગર જંકશન સ્થિત રૂમમાં ટાયર દુરસ્તી કરતા ૨૨ વર્ષીય મહંમદ ફૈજાન અન્સારીની હત્યા કરવામાં આવી હતી.

આ અંગે પોલીસે મહંમદ સંડુ મહંમદ નિઝામ અન્સારી (૨૦)ની ધરપકડ કરી છે. મૃતક અને ફરિયાદી એકસાથે કામ કરતા હતા. તેઓ મૂળ બિહારના છે, જ્યાં મૃતકના પિતા અને આરોપીના સાવકા ભાઈ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયો હતો. આનો રોષ મનમાં રાખીને આરોપીએ ચાકુના સેંકડો ઘા ઝીંકીને અન્સારીની હત્યા કરી નાખી હતી.

આ જ રીતે મુલુંડમાં કેળકર કંપની સામે બીઆર રોડ પર ટેન્કર પર સૂતેલા રામકૈલાસ વિષ્ણુ ચવ્હાણ (૧૬)નું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. જોકે હત્યાનું કારણ અને હત્યારાનું પગેરું પોલીસને મળ્યું નથી.