તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારને માથે 3 લાખ કરોડનું દેવું, બેન્કોમાં 1 લાખ કરોડની એફડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: રાજ્ય સરકારને માતે રૂ. 3 લાખ કરોડનું દેવું છે ત્યારે તેના વિવિધ વિભાગોએ અનેક સરકારી બેન્કોમાં રૂ. 1 લાખ કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) રાખી હોવાનું બહાર આવ્યું છે નાણાં વિભાગે ઓચિંતાં જ તપાસ કરતાં આટલા મોટા પાયા પર એફડી હોવાનું બહાર આવ્યું છે. હવે આ રકમ નોન બેન્કિંગ ફાઈનાન્સ કોર્પોરેશન સ્થાપીને તેમાં જમા કરવાનો નિર્ણય નાણાં વિભાગી લીધો છે. કોર્પોરેશનમાં આ રકમ જમા થવા પર વિકાસકામો માટે તે ઉપલબ્ધ થઈ શકશે એવું ગણિત નાણાં વિભાગે બનાવ્યું છે.

સરકારના વિવિધ વિભાગોએ રૂ. 50 કરોડથી અને કરોડો સુધીની એફડી અનેક યોજના દ્વારા રાખી છે. આ એફડી વિશે માહિતી કઢાવવા માટે એક અધિકારીને કામ સોંપવામાં આવ્યું હતું, જેમણે બધા વિભાગોની તપાસ કરતાં હમણાં સુધી રૂ. 69 હજાર કરોડની એફડીનું પગેરું મળ્યું છે. અન્ય વિભાગોની માહિતી કઢાવવાનું કામ ચાલુ છે. આ રકમ રૂ. 1 લાખ કરોડથી વધી જશે એવો અંદાજ છે. સરકારી વિભાગોની આ એફડી સરકારના જ નોન બેન્કિંગ ફાઈનાન્સ કોર્પોરેશનમાં રાખવામાં આવશે.

બેન્કોની જેમ તેની પર કોર્પોરેશન પણ વ્યાજ આપશે. આથી કોઈ પણ વિભાગને નુકસાન નહીં થશે. આઘાડી સરકારના કાર્યકાળમાં એક વિભાગે સરકારની એફડીની પાવતીઓનો ઉપયોગ કરીને વ્યક્તિગત કરજ લીધું હોવાનું બહાર આવ્યું હતું. તેની સીઆઈડી તપાસ ચાલી રહી છે. અમુક વિભાગના પ્રમુખોએ આ એડી ખાનગી માલમતા હોવાનો દેખાડો કર્યો હતો, પરંતુ આ બધ પૈસા કરમાંથી જમા થયા છે. જનતાના પૈસા પર જનતાનો અધિકાર છે. આથી આ ભંડોળ મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવશે, એમ નાણાં વિભાગે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો