તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્ર રાજ્યભરમાં ભારે વરસાદ ટ્રેન અને ટ્રાફિક પર અસર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ મંગળવારે ભારે વરસાદે મુંબઈ શહેર અને કોંકણને ધમરોળ્યું હતું જેના લીધે ટ્રેન સેવા પર અસર થઈ હતી અને રસ્તા પર પણ ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતો. મુંબઈ મહાપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેંટ કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર બેસ્ટની બસસેવા બરાબર ચાલુ હતી. મધ્ય, પશ્ચિમ અને હાર્બર લાઈનમાં લોકલ ટ્રેનો મોડી દોડી રહી હતી. મંગળવારે પડેલા વરસાદથી જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું હતું. પવઈનું તુલસી તળાવ છલકાવાની શરૂઆત થઈ હતી.

જો કે મહાપાલિકાના જણાવ્યા અનુસાર પાણીનો જથ્થો સંતોષકારક છે, પણ પૂરતો નથી. મુંબઈને પાણી પૂરું પાડનાર જળાશયોમાં વાર્ષિક જરૂરિયાતના 55 ટકા જેટલું પાણી છે એમ મહાપાલિકાના ઉપાયુક્ત સુધીર નાઈકે જણાવ્યું હતું. મંગળવારની સવાર સુધી 7 લાખ 52 હજાર 445 મિલીયન લીટર પાણીનો જથ્થો છે જે 14 લાખ મિલીયન લીટરની વાર્ષિક જરૂરિયાતના 55 ટકા જેટલું છે એમ તેમણે ઉમેર્યું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોકણના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી હતી. છેલ્લા 24 કલાકમાં કોલાબા ખાતે 3 ઈંચ અને સાંતાક્રુઝ ખાતે 3 ઈંચ વરસાદની નોંધ કરવામાં આવી હતી.

બદલાપુર નજીક માલગાડી બંધ પડતા મધ્ય રેલવે ખોરવાઈ

અંબરનાથ - બદલાપુર દરમિયાન માલગાડીનંુ એન્જિન બંધ પડતા મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો. બપોરે 12 વાગ્યાથી કર્જત-ખોપોલી તરફ પરિવહન ઠપ થયો હતો. તેથી અનેક પ્રવાસીઓ ફસાયા હતા. મધ્ય રેલવેની અપ અને ડાઉન માર્ગમાં લોકલનંુ ટાઈમટેબલ સવારથી ખોરવાયું છે. સવારે 10 થી 15 મિનિટ ટ્રેનો મોડી હતી. ત્યાર બાદ પોણા બાર વાગ્યાની આસપાસ અંબરનાથ-બદલાપૂર દરમ્યાન માલગાડીનંુ એન્જિન બંધ પડ્યું હતું. આ માલગાડીની પાછળ ત્રણ લોકલ લાઈનમાં ઊભી હતી. અંબરનાથ સુધી જ લોકલ પરિવહન ચાલુ હતું. માત્ર મોડી ચાલી રહી હતી. જ્યારે કેટલીક ટ્રેનો કલ્યાણ રેલવે સ્ટેશનમાં રોકવામાં આવી હતી. બદલાપુર-કર્જત-ખોપોલી તરફ પરિવહન સંપૂર્ણ બંધ હતું. અનેક પ્રવાસીઓ ફસાયા હતા.

મુંબઈના સમુદ્રમાં બે નૌકાઓ આગ બાદ ડૂબી
મુંબઈના નેવલ ડોકયાર્ડ નજીકના સમુદ્રમાં પેટ્રોલિંગ પરની ભારતીય નૌકાદળની બે નૌકાઓ ડૂબી જવાની દુર્ઘટના મંગળવારે બની હતી. આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું ન હોવાનું નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું. મુંબઈના સમુદ્રકિનારા પર પેટ્રોલિંગ માટે ગયેલી એક નૌકા પર અચાનક આગ લાગી હતી. આ આગ અન્ય નૌકાઓ પર ન પ્રસરે એ માટે ડ્યુટી પરના જવાનોએ તરત કાર્યવાહી કરતા આગ પર અંકુશ મેળવ્યો હતો. પણ આ કાર્યવાહી દરમિયાન બે નૌકાઓને નુકસાન પહોંચ્યું હતું અને એ ડૂબી ગઈ હતી. આ અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો