તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજકટોકટીને પગલે લોકોએ દિવાળીમાં ગરમીથી શેકાવું પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- વીજકટોકટીને પગલે લોકોએ દિવાળીમાં ગરમીથી શેકાવું પડશે
- કોલસાના અપૂરતા પુરવઠાને કારણે લોડશેડિંગ વધવાની આશંકા
- કોલસાના અભાવે ખાપરખેડમાં એક વીજયુનિટ બંધ કરાયું
મુંબઈ : કોલસાના અભાવે ખાપરખેડા વીજનિર્મિતી કેન્દ્રમાંથી 210 મેગાવોટનો એક વીજ જનરેટર યુનિટ બંધ કરવાનો સમય કંપની ઉપર આવ્યો હતો. મહાનદી કોલસાની ખાણમાંથી કરવામાં આવતો પુરવઠો ઓછો થયો હોવાથી અન્ય વીજ કેન્દ્રોમાં પણ કટોકટી િનર્માણ થઈ છે. તેના લીધે દોઢથી બે કલાક સુધી ચાલુ રહેલા લોડશેડિંગ હજુ વધુ કરવાની તેમ જ તેની વ્યાપકતાનો િવસ્તાર કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બળબળતી ગરમીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. લોડશેડિંગમુક્ત રાજ્ય હવે ફકત સપનું જ બની ગયું છે. તેથી વીજ પણ પ્રચાર અભિયાનમાં મહત્વનો મુદ્દો બની ગયો છે. ગયા મહિનાથી વીજની ઉપલબ્ધતા ઉપર પરિણામ થયું હોવાથી કોલસાના અપૂરતા પુરવઠાને લીધે લોડશેડિંગમાં કલાકો વધી રહ્યા છે. તેમાં જ શનિવારે ખાપરખેડા ખાતે એક વીજ જનરેટર યુનિટને કોલસાના અભાવે બંધ કરવામાં આવ્યો છે.

આ કેન્દ્રમાં પાંચ જનરેટર યુનિટ ચલાવવા માટે દરરોજ 25 હજાર મેટ્રિક ટન કોલસાની જરૂર પડે છે. જોકે પશ્ચિમ કોલસા ખાણ, મહાનદી કોલસા ખાણ અને દક્ષિણપૂર્વ કોલસા ખાણમાંથી હાલ ફક્ત 13 હજાર ટન કોલસો મળે છે. ખાપરખેડામાંથી એક જનરેટર યુનિટ બંધ કરવામાં આવ્યું હોવાથી આજે પણ ઈ,એફ,જી આ જૂથને બે કલાક સુધી લોડશેડિંગ કરવું પડે છે. કોયના બંધમાં પાણીના ઉપયોગ ઉપર મર્યાદા હોવાથી તેમાંથી એક મર્યાદાની ઉપર વીજનિર્મિતી કરવું શક્ય નથી.

જોકે જરૂરિયાતના સમયે વીજ ખરીદીનો િવકલ્પ હોય તો પણ તેના લીધે વીજના દરનો ભાર ગ્રાહકોની ઉપર આવવાની શક્યતા હોવાથી કુલ વીજની વધારે ઉપલબ્ધતા બાબતે પ્રશ્નચિહ્ન નિર્માણ થયું છે. ઓછામાં ઓછું લોડશેડિંગ કરવાનો પ્રયાસ હોવાનો મહાિવતરણના અધિકારીએ જણાવ્યું હતું.કોલસાનો પુરવઠો ગયા વર્ષ કરતાં સારો હોય તો પણ તે પૂરતો નથી. ભુસાવળ, પરલી, પારસ ખાતે બે દિવસમાં કોલસાનો પુરવઠો ઉપલબ્ધ છે. આ સ્થિતી આવી જ રહેતા વીજનિર્મિતી ઉપર મોટી અસર જોવા મળી શકે છે. તેને લીધે કોલસાનો પુરવઠો વધારવા માટે પત્રવ્યવહાર ચાલુ છે. કેટલાક દિવસોમાં પરિસ્થિતીમાં સુધારો થશે તેવી અપેક્ષા છે, એમ મહાનિર્મિતીના અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.