મુંબઈઃએમઆઇએમ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે શાબ્દિક તકરાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈઃવિધાનસભામાં શુક્રવારે ફરી એક વાર વંદે માતરમ બોલવા પરથી ધીંગાણું મચ્યું હતું. સભાગૃહમાં ભાજપના વિધાનસભ્ય અનિલ ગોટે અને સપા નેતા અબુ આઝમી વચ્ચે બરોબર જામી હતી. વિધાનભવન બહાર એમઆઈએમના વિધાનસભ્ય વારિસ પઠાણ અને ભાજપના વિધાનસભ્ય રાજ પુરોહિત વચ્ચે શાબ્દિક ચકમક ઝરી હતી.ભાજપના વિધાનસભ્યોએ દેશમેં રહના હૈ તો વંદે માતરમ કહના હોગા એવાં સૂત્રો પોકારતાં વારિસ પઠાણ રોષે ભરાયા હતા.

સભાગૃહમાં અબુ આઝમીએ શિવાજી મહારાજની ફોજથી સ્વાતંત્ર્ય ચળવળ સુધી ઈતિહાસના દાખલા આપ્યા હતા. દેશ માટે બલિદાન આપવા અનેક મુસ્લિમ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું. અમે દેશ વિરોધી છીએ એવો પ્રચાર નહીં. સારે જહાં સે અચ્છા, હિંદોસ્તા હમારા, હિંદુસ્થાન ઝિંદાબાદ એવી ઘોષણા અમે એક વાર નહીં હજાર વાર કરવા તૈયાર છીએ, પરંતુ વંદે માતરમ બોલીશું નહીં, એમ આઝમીએ જણાવ્યું હતું.

ખડસેએ આઝમીને ભીંસમાં લીધા

અબુ આઝમીના વંદે માતરમ પરના વક્તવ્ય પરથી ભાજપના વિધાનસભ્ય એકનાથ ખડસેએ હિંદીમાં ઉત્તર આપતાં જણાવ્યું હતું કે મા તુઝે સલામ… જ્યાં અમે આપણે જન્મ્યા, અહીંનાં અન્ન- પાણી  ખાધાપીધા, મૃત્યુ પછી જમીન, કફન અહીંનું જ હશે, જ્યાં તમે વધ્યા, નાનાથી મોટા થયા, મૃત્યુ પછી પણ માટીમાં અંત્યસંસ્કાર અહીં જ થવાના હોય તે માટીને નમન કરવામાં વાંધો શું છે, એવું તેણે આઝમીને પૂછ્યું હતું.કોઈ પણ સચ્ચા મુસ્લિમ વંદે માતરમ બોલશે નહીં એવું ગુરુવારે વિધાન કરીને આઝમીએ વિવાદ છંછેડ્યો છે.

દેશમાંથી બહાર કાઢો, મારી ગરદન પર છરો મૂકો, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં વંદે માતરમ બોલીશ નહીં, એમ આઈએમઆઈના વિધાનસભ્ય વારિસ પઠાણે પણ આઝમીને સમર્થન આપતાં જણાવ્યું હતું. નોંધનીય છે કે મદ્રાસ હાઈ કોર્ટે હાલમાં તામિલનાડુમાં વંદે માતરમ કહેવાનું ફરજિયાત બનાવ્યું છે. મહારાષ્ટ્રમાં પણ તે ફરજિયાત બનાવવામાં આવે એવી માગણી કરીશું, એમ રાજ પુરોહિતે જણાવ્યું હતું. તેની પરથી આઝમી, પઠાણ ભડ્યા છે.
અન્ય સમાચારો પણ છે...