• Gujarati News
  • The First Hanging In Nagpur After The Constitution Came Into Force In India Latest News

બંધારણ અમલમાં આવ્યા પછી પહેલી ફાંસી નાગપુરમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-આ પૂર્વે ગોડસે, આપટેને ફાંસી અપાઈ હતી

નાગપુર:અંગ્રેજોના રાજમાં સાલ 1864માં સ્થાપના કરવામાં આવેલી નાગપુર જેલમાં સાલ 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બવિસ્ફોટમાં ગુનેગાર યાકુબ અબ્દૂલ રઝાક મેમણને ગુરુવારે ફાંસીની સજા આપી હતી. અત્યાર સુધીમાં કુલ 23 આરોપીને ફાંસી આપવામાં આવી હોવાથી યાકુબ એ 24મો આરોપી છે. યાકુબ પહેલાં નાગપુર જેલમાં 5 નવેમ્બર 1984ના રોજ છેલ્લી ફાંસી આપવામાં આવી હતી. સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી પહેલી ફાંસી પણ 25 ઓગષ્ટ 1950ના રોજ સવારે 7 વાગે નાગપુર જેલમાં આપવામાં આવી હતી. ભારતનું બંધારણ અમલમાં આવે તે પહેલાં મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસે અને નારાયણ આપટેને આંબલા જેલમાં 15 નવેમ્બર 1949 રોજ ફાંસી આપવામાં આવી હતી. તે સ્વતંત્ર ભારતમાં પહેલી ફાંસી હતી.

નાગપુર જેલમાં અત્યાર સુધી 23 જણને ફાંસી આપવામાં આવી
દેશ સ્વતંત્ર થયા પછી નાગપુર જેલમાં 23 ઓગષ્ટ 1950 રોજ પંથેયાડી નંદાલ આ આરોપીને ફાંસી આપવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં આ પહેલી ફાંસી હતી. ત્યાર પછી 15 ડિસેમ્બર 1952 રોજ પુણેના યેરવડા જેલમાં બીજા એક આરોપીને ફાંસી ઉપર ચઢાવવામાં આવ્યો હતો. નાગપુર જેલમાં પંથેયાડી નંદાલને 25 ઓગષ્ટ 1950, જકિયા નારાયણને 22 સપ્ટેમ્બર 1950, સીપારામ નુહોને 20ફેબ્રુઆરી 1950, સીતારામ પરય્યાને 26 જૂન 1951, ઈરામન્ન ઉપયોરસીને 3 ઓગષ્ટ 1951, ભામ્યા ગોડાને 4 ઓકટોબર 1951, સરદાર યાનાને 12 જાન્યુઆરી 1952, નિયતો કાન્હુને 3 ઓગષ્ટ 1952, અબ્દુલ રહેમાન ઈમરાનખાનને 5 ઓગસ્ટ 1952, ગણપત સખરામને 2 સપ્ટેમ્બર 1952, સખરામ ફોકસુને 24 સપ્ટેમ્બર 1952, વિન્સા હરીને 19માર્ચ 1953, જાગેશ્વર મારોતીને 19 જૂન 1953, પ્રેમલાલ અમરીશને 4 જૂલાઈ 1953, લોટનવાલાને 15 સપ્ટેમ્બર 1953, દયારામ બાલાજીને 3 ફેબ્રુઆરી 1956, અબ્બાસખાન વઝીરખાનને 28 ઓગષ્ટ 1959, બાજીરાવ તવાન્નોને 15 ફેબ્રુઆરી 1960, શ્યામરાવ પાંડુરંગને 8 જૂલાઈ 1970, નાના ગંગાજીને 19 જાન્યુઆરી 1973, મોરીરામ શાદ્યાજી ગોદાનને 17 એપ્રિલ 1973, વાનખેડે બંધુને 5 નવેમ્બર 1984 રોજ ફાંસી આપવામાં આવી હતી. ત્યાર પછી કોઈને પણ ફાંસી ઉપર લટકાવવામાં આવ્યા હોવાની માહિતી નથી.
હાથમાં ગીતા અને અખંડ ભારતનો નકશો
15 નવેમ્બર, 1949 રોજ જ્યારે નથુરામ ગોડસે અને નારાયણ આપટેને ફાંસી ઉપર લટકાવવા માટે લઈ જવા આવી રહ્યા હતા તે વખતે તેમના એક હાથમાં ગીતા અને બીજા હાથમાં ભારતનો નકશો અને ભગવો ધ્વજ હતો. ગોડસેનો મૃત્યુદેહ કુટુંબને આપવામાં આવ્યો નહોતો. શાસને નદી કિનારે તેની ઉપર અંતિમસંસ્કાર કર્યા હતા. જોકે મૃતદેહ લઈ જતા વાહનની પાછળ હિંદુ મહાસભાનો અત્રી નામનો એક કાર્યકર્તા ચોરીછૂપીથી આવ્યો હતો, જ્યારે અગ્નિ શાંત થયો હતો ત્યારે એક ડબ્બામાં ગોડસેના અસ્થિ ભરવામાં આવ્યા હતા.

નાની બાળકીનું ખૂન કરનારનો હવે વારો?
વસંતા દુપારે એ નાગપુરમાંના વાડીનો રહેવાસી છે. તેણે સાલ 2008માં નાગપુર શહેરમાં ત્રિલોક નગર વિસ્તારમાંથી ચાર વર્ષની નાની બાળકી ઉપર દુષ્કર્મ કરીને તેની નિર્દયતાથી હત્યા કરી હતી. નાગપુર સેશન્સ કોર્ટે દુપારેને 23 ફેબ્રુઆરી 2012ના રોજ ફાંસીની સજા ફટકારી હતી. તે પછી હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી કરીને જજ પી.વી.હરદાસ અને જજ સાધના જાધવની ખંડપીઠે વસંતાની ફાંસી ઉપર મહિનાભરમાં મહોર મારી હતી. ત્યાર પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે તેના કૃત્ય અને તેની વિરુદ્ધ પુરાવાઓને કારણે 26નવેમ્બરે તેની અરજી ફગાવી દીધી હતી. હવે તેણે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી છે. જો તેને ફગાવી દેવામાં આવશે તો વસંતાની ફાંસી નિશ્ચિત છે.
રાજ્યમાં અત્યાર સુધી 58ને ફાંસી
રાજ્યમાં ફકત નાગપુર અને યેરવડા જેલમાં જ ફાંસી આપવાની વ્યવસ્થા છે. સ્વતંત્રતા પછી મહારાષ્ટ્રમાં કુલ 58 આરોપીને ફાંસી ઉપર લટકાવવામાં આવ્યા હતા.