તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Thane\'s Jay Lohakare And Her Frend Developed Smartphone Based Tracking System

મુંબઈ:વિદ્યાર્થીઓની સુરક્ષા પર અફલાતૂન ટ્રેકિંગ સિસ્ટમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(જય લોહાકરે)
-થાણેના યુવાન જય લોહાકરે મિત્રો સાથે મળીને સ્માર્ટફોન બેઝ્ડ ટ્રેકિંગ સિસ્ટમ વિકસાવી

મુંબઈ:કેટલાક દવિસો પૂર્વે પેશાવર ખાતે શાળામાં થયેલા ત્રાસવાદી હુમલાની પાર્શ્વભૂમિ ઉપર બધી જ શાળાઓએ સતર્કતા રાખવાની શરૂઆત કરી છે. જોકે વિદ્યાર્થીઓની સુરક્ષિતતા માટે હજુ વધુ પગલાં ભરવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની પાર્શ્વભૂમિ ઉપર થાણેના જય લોહોકરે આ યુવકે એક ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરી છે. તે ઉચ્ચ પદસ્થ પોલીસ અધિકારીઓની પસંદગી પામી છે. આ યંત્રણા શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષાની દષ્ટિથી ઉપયોગી સાબિત થવાની છે, એવો મત તેણે વ્યક્ત કર્યો છે. જય લોહોકરે આ વિદ્યાર્થી પુણેમાંની કોલેજ ઓફ એન્જનિયરિંગમાં બીજા વર્ષમાં ભણી રહ્યો છે. તેમનાં માતા- પિતા દવિસભર કામ નિમિત્તે બહાર રહેતાં હોય છે.
બહેન તેજસ્વિની કોલેજમાં જતાં ઘરમાં દાદી એકલી જ હોય છે. બહેન અને દાદીની સુરક્ષા માટે તેને સતત ચિંતા રહેતી હતી, તેની ઉપર ઉપાય શોધીને જય અને તેના મિત્રે ‘સ્કાયલાઈન લેબ્સ’ આ ગ્રુપે સ્માર્ટફોન બેઝ્ડ ટ્રેકિંગ સિસ્ટમ વિકસિત કરી છે. એક નાનકડું પર્સનલ જીપીએસ ટ્રેકરને પાસે રાખવામાં આવતાં તેના દ્વારા સંબંધિત વ્યક્તનિું લોકેશન જાણી શકાય છે.શાળાના નિયમ અનુસાર વિદ્યાર્થીઓ પોતાની પાસે મોબાઈલ રાખી શકતા નથી. તેને લીધે આ ટ્રેકર તેમનું લોકેશન સતત વાલીઓને જણાવી શકે છે. આ ટ્રેકરમાં પેનિક બટન સુધ્ધાં બેસાડી શકાશે, જેના દ્વારા એકાદ જોખમ ઊભું થતાં તેવો સંદેશ પણ વાલીઓને મોકલાવી શકાશે, એવો જયનો દાવો છે. આ યંત્રણા દ્વારા શાળામાં એક જ સમયે પોતાના સર્વ વિદ્યાર્થીઓનું લોકેશન જોઈ શકશે તેમ જય લોહાકરે જણાવ્યું હતું.

લક્ષ્મીનારાયણ દ્વારા હકારાત્મક પ્રતિસાદ

આ ટ્રેકરની રજૂઆત જય અને તેમના મિત્રોની હાલમાં થાણેના જોઈન્ટ પોલીસ કમિશનર વી.વી. લક્ષ્મીનારાયણની પાસે કરી હતી. તેમણે પણ આ યંત્રણાને હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. વિશેષ અથવા તો અપંગ વિદ્યાર્થીઓની શાળામાં શરૂઆતમાં આ પ્રયોગ અમલમાં લાવી શકાશે, એવો મત લક્ષ્મીનારાયણે વ્યક્ત કર્યો હતો.