• Gujarati News
  • Teacher Elopes With 16 year old Student In Mumbai Held

એક છોટી સી લવસ્ટોરીઃ એ 23 વર્ષની, પેલો 16 વર્ષનો, બન્ને વચ્ચે પાંગર્યો પ્રેમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એની ઉંમર હતી 23 વર્ષ... પેલાની 16 વર્ષ... બન્ને વચ્ચે પાંગર્યો પ્રેમ... પણ ના તો સમાજ એને સ્વિકારી શકે એમ હતો કે ના તો કાયદો... પછી બન્ને કરેય શું? ભાગી છૂટ્યાં પ્રેમીજનો, સમાજના બંધનોને ફગાવી ખુલ્લી હવામાં ઉડવા માટે... પણ શું એ શક્ય હતું? કદાચ નહોતું. કારણ હતું એમનું હોવાપણું. એ શિક્ષિકા હતી. જ્યારે પેલો તેનો વિદ્યાર્થી... એમ પૂછીને થાય નહીં પ્રેમ... પ્રેમીઓ માટે પ્રેમ કરવા માટે કંઈ ઈન્કવાયરી ફોર્મ ભરવાની જરૂર થોડી હોય? પ્રેમને ના તો જગના સિમાડા નડે છે કે ના તો સમાજના બંધનો. વગર કહિએ અને વગર વિચાર્યે થઈ જાય કદાચ એનું નામ જ પ્રેમ. પણ જો આ જ પ્રેમ જ્યારે તેના અસ્તિત્વ પર જ પ્રશ્નાર્થ લગાવવો ઉભો રહે તો? ત્યારે કદાચ આવી જ ઘટના સર્જાય જેવી મુંબઈમાં સર્જાઈ.

વાત છે 25 જાન્યુઆરીની..એ હાંફળો ફાંફળો બોલ્યે જતો હતો મુંબઈના સાન્તાક્રુઝમાં એ ડેરી ચલાવતો હતો... એને એના પુત્રની ચિંતા હતી. 16 વર્ષનો પુત્ર શાળાએથી હજુ પરત ફર્યો નહોતો. પુત્ર ગૂમ થયાની વેદના એના ચહેરા પર ઝળકતી હતી. ને એટલે જ એ વકોલા પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવવા પહોંચ્યો હતો. પોલીસને એણે જણાવ્યું કે તેનો પુત્ર સ્કૂલથી છૂટ્યા બાદ ફિલ્મ જોવા માટે ગયો હતો. જોકે, સાંજ થવા છતા એ પરત ફર્યો નહોતો. એને ડર હતો કે કદાચ એના પુત્રનું કોઈએ અપહરણ ના કરી લીધું હોય...

અપહરણની વાત આવતા જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે કંઈક ભાળ મેળવવા માટે કિશોરના મિત્રોની પૂછપરછ કરી. પૂછપરછમાં જે હકીકત બહાર આવી એ એવી હતી કે પોલીસ પણ બે ઘડી માની શકે નહીં. ડેરીવાળાના 16 વર્ષ પુત્ર અને તેની અંગ્રેજીની શિક્ષિકા અંજલીસિંહ વચ્ચે ‘કંઈક’ રંધાઈ રહ્યું હતું. પોલીસ તપાસમાં એ વાત પણ બહાર આવી કે કિશોર જ્યારથી ગૂમ થયો હતો ત્યારથી પેલી શીક્ષિકા પણ ગૂમ હતી. ને એ સાથે જ બે વત્તા બેનો સરવાળો પોલીસે પાંચ કરી લીધો...

આખરે ક્યાં ભાગી છૂટ્યા હતા પ્રેમીજનો... ભાગીને ક્યાં પહોચ્યાં... બન્નેએ મોબાઈલ ફોનનું શું કર્યું... ને કંઈ એવી ભૂલ કરી બેસ્યા પ્રેમીઓ કે પોલીસને મળી ગઈ ભાળ... આ અંગે વાંચવા માટે ફોટો સ્લાઈડ કરોઃ