તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરી સૂરજ પંચોલીને ૫૦,૦૦૦ની શ્યોરિટી પર મળ્યા જામીન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખરે અભિનેતા આદિત્ય પંચોલી અને અભિનેત્રી ઝરીના વહાબના પુત્ર ૨૨ વર્ષીય સૂરજ પંચોલીને સોમવારે હાઈ કોર્ટે જામીન આપ્યા હતા. જિયા ખાને કરેલી આત્મહત્યા માટે એકલા સૂરજને જ દોષ આપવો અયોગ્ય છે એવી નોંધ કોર્ટે કરી હતી. એક યુવાન છોકરીએ આત્મહત્યા કરી તે ઘટના ખરેખર બદનસીબ છે. જોકે તેમાં એકમાત્ર સૂરજને જ દોષી ગણી શકાય નહીં, એમ જસ્ટિસ સાધના જાધવે નોંધ્યું હતું. આ સાથે તેને રૂ. ૫૦,૦૦૦ની શ્યોરિટી પર જામીન આપ્યા હતા. કોર્ટે તેને પાસપોર્ટ જમા કરવા અને દર એક દિવસના આંતરે જુહુ પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાનો નિર્દેશ આપ્યો છે.

સૂરજના જામીન વિશે વધુ વાંચવા ફોટો સલાઈડ કરો....