વેબકેમ સામે આપઘાત કરતી શોભનાનાં સાસરિયાં પોલીસને શરણે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગયા બુધવારની રાતે વેબકેમ પર પતિના દેખતાં મહિ‌લાએ આપઘાત કર્યાના કિસ્સામાં એ મૃતક મહિ‌લાના સાસરિયાં પોલીસને શરણે થયા હતા. મૃતક શોભના સુરતીનો પતિ સ્વિપ્નલ સુર્વે 'ફરાર’ છે. ૨૬ વર્ષીય યુવતી શોભના સુરતીનો સ્વપ્નીલ સુર્વે સાથે સાત વર્ષ પ્રેમસંબંધ ચાલ્યા બાદ બન્નેએ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. કારણ કે સાસરીયાં તેને અપનાવવા તૈયાર નહોતા.

સ્વપ્નીલે પણ તેમાં સૂર પુરાવતાં દહેજ ન અપાય તો બીજી છોકરી સાથે લગ્નની વાતો કરી હતી. શોભના સગર્ભા હતી. આ સંજોગોમાં બન્ને વચ્ચે વેબકેમ પર વાતચીત થઈ ત્યારે ત્રાસેલી શોભનાએ આપઘાત કર્યો હતો.