અમુક પરિવહન યોજનાઓ હજુ પણ હવામાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- અમુક પરિવહન યોજનાઓ હજુ પણ હવામાં
- આશા;કેન્દ્રમાં નીતિન ગડકરી મંત્રી હોવાથી મુંબઈની પરીવહન સેવા સુધરવાની અપેક્ષા


શહેરમાં વસતિ અને વાહનો વધી રહ્યાં છે તેમ પરિવહન વ્યવસ્થા ટૂંકી પડીછે. અનેક યોજનાઓ વિચારમાં છે, અમલમાં છે, પરંતુ અમુક નક્કર યોજનાઓ પ્રત્યે ઉદાસીન વલણ સેવાઈ રહ્યું છે, જેને કારણે તે અધ્ધર લટકી રહી છે. કેન્દ્રમાં નરેંદ્ર મોદીની સરકાર આવી છે અને પરિવહનનો હવાલો નીતિન ગડકરી પાસે છે ત્યારે મુંબઈની પરિવહન સમસ્યાઓનો હવે તો કમસેકમ ઉકેલ આવશે એવી આશા છે.

સીએસટી - થાણે : ડીસી ટુ એસીનું કામ વિવિધ કારણોસર રખડી પડયું
મુંબઈ : મધ્ય રેલવેની ઉપર સીએસટીથી થાણે સુધીનો ડાયરેકટ કરંટ (ડીસી)થી આલ્ટરનેટ કરંટ (એસી) વિદ્યુત પ્રવાહ પરિવર્તનનો પ્રકલ્પ વિલંબિત છે. તે પૂર્ણ થતાં મધ્ય રેલવેને રોજ લઘુતમ એક કરોડની બચત થશે. તેમાં વિદ્યુત ખર્ચથી લઈને લોકલ-મેલ/ એક્સપ્રેસની ઝડપ વગેરેનો સમાવેશ થાય છે. પ‌શ્ચિ‌મ રેલવેની ઉપર ડીસીથી એસી પરિવર્તનનું કામ પૂર્ણ થયું છે. જોકે મધ્ય રેલવેની ઉપર પ્રકલ્પ વિવિધ કારણોસર રખડી પડયું હતું. મધ્ય રેલવે પ્રત્યે પહેલેથી જ ઓરમાયું વર્તન રખાતું આવ્યું છે.
આને કારણે મધ્ય રેલવેના માર્ગો પર રહેતા પ્રવાસીઓ હંમેશાં એક યા બીજી સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. આને ધ્યાનમાં લઈને સત્તાવાળાએ કમસેકમ હવે તો મધ્ય રેલવેના કાયાકલ્પ માટે સંપૂર્ણ તાકાત કામે લગાવી દેવી જોઈએ. તો જ પ્રવાસીઓને રાહત થઈ શકશે. અન્યથા તેમની આ મુશ્કેલીનો અંત ક્યારેય નહીં આવે.
વાંચો આગળ, બોરીવલી - મુંબઈ સેન્ટ્રલ : પાંચમો તેમ જ છઠ્ઠો માર્ગ વહીવટમાં ફસાયો....