ડોક્ટરો નાણાકીય લાભ માટે ગર્ભાશય કાઢી નાખે છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પુણેમાં મહિલા દરદીઓને ડર બતાવીને ગભૉશય કાઢી લેવાતું હોવાની ચિંતાજનક માહિતી બહાર આવી છે. આર્થિક ફાયદા માટે ડોક્ટરો તરફથી મહિલાઓની આવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની આઘાતજનક ઘટના સપાટી પર આવી છે. જનજાગૃતિ ન હોવાને કારણે ૫૦ ટકા મહિલાઓનું ગભૉશય વિના કારણ કાઢી લેવાય છે.

સામાન્ય રીતે ૩૫ વર્ષની ઉંમર પછી મહિલાઓને પેપ્સમિયર તપાસ, મેમોગ્રાફી જેવી તપાસ દર ત્રણ વર્ષે કરવી જરૂરી છે. આ દરમિયાન ફ્રાઈબ્રોઈડની ગાંઠ થવી, ઈન્ફેકશન, અતિરક્તસ્રાવ અથવા કેન્સર થવાનો ભય અધિક હોય છે. પરંતુ આ તપાસની માહિતી મહિલાઓને ન હોઈ તેમને તકલીફ ઊભી થતાં મહિલાઓ સીધી ડોક્ટરો પાસે દોડે છે.

મોટા ભાગના કિસ્સાઓમાં નાનું ઓપરેશન કરી બીમારી સાજી કરવી શકાય છે. પરંતુ મહિલાઓના અજ્ઞાનનો લાભ લઈ સ્ત્રીરોગ નિષ્ણાતો ગેરલાભ ઉઠાવે છે. ડોક્ટરોની ઓપરેશનની સલાહને લીધે મહિલાઓને આધાર મળવાને બદલે વધુ ભય લાગે છે, એમ સંગાંસંબંધીઓ જણાવે છે.

ગભૉશય કાઢી નાખવાથી મહિલાઓએ વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, એમ કેટલાક ડોક્ટરોએ જણાવ્યું હતું. એક સ્ત્રી રોગ નિષ્ણાતના જણાવ્યા મુજબ ૩૫ વર્ષ પછી જુદી જુદી તપાસ કરવી તેમ જ સોનોગ્રાફી કરવી એવી માહિતી મોટા ભાગની મહિલાઓને હોતી નથી. હાલમાં ફ્રાઈબ્રોઈડનું પ્રમાણ વધી રહ્યું છે. સાધારણ રીતે પાંચમાંથી એક મહિલાને ફ્રાઈબ્રોઈડની તકલીફ થાય છે. ગભૉશય કાઢી નાખવું એ ફ્રાઈબ્રોઈડનો વિકલ્પ નથી અને દવાઓથી પણ ફ્રાઈબ્રોઈડની બીમારી સાજી કરી શકાય છે.