• Gujarati News
  • Gujarati Population On Marathi Refused Flat In Mumbai

મલાડમાં ગુજરાતીઓની વસતિમાં મરાઠીને ફ્લેટ આપવાનો ઈનકાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઘટનાના વિરોધમાં કોંગ્રેસે મોરચો કાઢ્યો, પોલીસે ફરિયાદ નોંધી
- સોસાયટીમાં ગુજરાતી, જૈન, મારવાડીને જ ફ્લેટ અપાય છે : બિલ્ડર
- ગોરેગાંવનો વૈભવ રહાટે બહેન માટે ફ્લેટ ખરીદવા ગયો હતો
મુંબઈ: અમદાવાદની મુસ્લિમ યુવતીને વડાલામાં ફ્લેટ નહીં આપવાનો અને હીરાની કંપનીમાં મુસ્લિમ યુવાનને નોકરી ન આપવાનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યાં હવે ગુજરાતી વસતિમાં મરાઠીને ફ્લેટ ન આપવાનો મુદ્દો ઉખેળાયો છે. મલાડ પશ્ચિમ એસવી રોડ પર ગુજરાતીઓની વસતિ ધરાવતા મકાનમાં મરાઠીને ફ્લેટ ન અપાતાં કોંગ્રેસે મોરચો કાઢ્યો હતો. મલાડ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ખરીદદારોમાં ગુજરાતીઓ વધુ હોવાથી અને તેઓ મકાનમાં સર્વ રહેવાસીઓ શાકાહારી હોવાનો આગ્રહ રાખતા હોવાથી ઘણા બિલ્ડરો અન્ય ભાષીઓ તેમાં ફ્લેટ ન લે તેનું ધ્યાન રાખતા હોય છે, જેમાંથી આ વિવાદ પેદા થયો છે.

આ પ્રકરણમાં ગોરેગાવના રહેવાસી વૈભવ રહાટે તેની બહેન માટે ફ્લેટ લેવા ગયો હતો. જોકે બિલ્ડરે આ મકાન ગુજરાતી, જૈન, મારવાડીને જ ફ્લેટ અપાય છે એવું કહેતાં તે પોલીસમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો. ફરિયાદ ન નોંધાવતાં મુંબઈ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરૂપમને જાણ કરી હતી.આ પછી નિરૂપમની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશને મોરચો લઈને ગયા હતા. આખરે વિસ્તારના ડીસીપી વિક્રમ દેશમાનેએ આવીને આ અંગે તપાસ કરવાનો આદેશ આપતાં તેઓ શાંત પડ્યા હતા.