તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવસેનાએ સંગ્રહાલયને ઠાકરેનું નામ આપ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈસ્ટર્ન ફ્રીવેને શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું નામ આપવામાં આવે એવી મનસેએ માગણી કરતાં સફાળી જાગેલી શિવસેનાના કાર્યકરોએ સોમવારે નાશિકના ઈતિહાસ સંગ્રહાલયને બાળાસાહેબ ઠાકરેનું નામ આપી દીધું હતું.નાશિકના શિવસૈનિકોએ કોઈ પણ આદેશ કે પરવાનગીની વાટ ન જોતાં સોમવારે આ નામકરણ કરી નાખ્યું હતું. એકાદ પ્રસિદ્ધ વાસ્તુને કે હાઈવેને કોનું નામ આપવું તે મુદ્દે રાજકીય પક્ષો, નેતાઓમાં વાદવિવાદ સર્જાય નહીં તો જ નવાઈ.મહાલક્ષ્મી રેસકોર્સ પર બાળાસાહેબના નામે થીમ પાર્ક ઊભું કરવાની યોજના વહેતી કરાઈ હતી. જોકે તે શક્ય બન્યું નહોતું. આ પછી મનસેએ લાગ જોતાં જ ઈસ્ટર્ન ફ્રીવેને ઠાકરેનું નામ આપવાની માગણી કરી હતી.