તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલીવુડવાળાના મોઢામાં અત્યારે શા માટે બૂચ લાગ્યું છે: ઉદ્ધવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ: નાહિદ આફરીન પ્રકરણે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બોલીવુડની ટીકા કરતા જણાવ્યું હતું કે હંમેશાં અસહિષ્ણુતા, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય વગેરે માટે ગળું ફાડનારા બોલીવૂડવાળાઓએ આ પ્રકરણે સગવડભર્યું મૌન ધારણ કર્યું છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય માટે છાતી પીટતા તમારા એ બોલીવુડવાળા પણ હંમેશાં અગ્રેસર હોય છે તો આફરીન પર થતા અન્યાય બાબતે તે બોલીવુડવાળાના મોઢામાં અત્યારે શા માટે બૂચ લાગેલ છે એવો સવાલ પૂછ્યો હતો. સામનાના તંત્રીલેખ થકી ઉદ્ધવ ઠાકરેએ પોતાનો સંતાપ વ્યક્ત કર્યો હતો. 

સંજય લીલા ભણસાળીના પદ્માવતી ફિલ્મની મહિલા આલોચના વિરુદ્ધ જે લોકોએ અવાજ ઉઠાવ્યો એમની વિરુદ્ધ કેટલાકે તો સંસદમાં પ્રશ્નો પૂછ્યા પણ તેમને સુદ્ધાં નાહિદના પડખે ઊભા રહેવું જોઈએ એમ લાગ્યું નહીં. પાકિસ્તાનના કલાકારોને હિંદુસ્તાન આવતા રોકવા એ ત્રાસવાદી કૃત્ય છે એમ જેમને લાગે છે તેમણે આફરીનના ગીત વિરુદ્ધ ફતવા જારી કરનારાઓનો સાદો નિષેધ પણ કર્યો નહીં. મહેશ ભટ્ટ, જયા બચ્ચન જેવા લોકોએ તો નાહિદની પીઠ થાબડીને ફતવાનો ધિક્કાર કરવો જોઈએ. હિંદુસ્તાનમાં ગુંગળાવા કરતા દેશ છોડવો સારો એમ થોડા સમય પહેલાં આમીર ખાન અને એની પત્નીને લાગતું હતું. આફરીનના ગુંગળાવા પર બધા ખાનની બોલતી બંધ થઈ ગઈ છે. આ આઘાતજનક છે એમ ઠાકરેએ જણાવ્યું હતું. 

જેમ પાકતરફીઓને ત્રાસવાદપ્રેમ ઓછો થતો નથી એમ અમારા દેશના મુલ્લા-મૌલવીઓનો ફતવાપ્રેમ ઓછો થતો નથી. આપણો દેશ ભલે એકવીસમી સદીમાં પહોંચ્યો હોય પણ ધર્માંધ મુલ્લા-મૌલવીઓ આજે પણ મધ્યકાલીન યુગમાં જીવે છે. આ અેક વિકૃતી હોઈ આસામની નવોદિત ગાયિકા નાહિદે આ વિકૃતીની કિંમત ચુકવવી પડી રહી છે એમ ઉદ્ધવે જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો