શિવસેના એટલે કાગળ પરનો વાઘ: એનસીપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- શિવસેના એટલે કાગળ પરનો વાઘ: એનસીપી
- ભારે હોબાળો કર્યા બાદ વાધ શાંત થઇને રિંગ માસ્ટર મોદીનાં કહ્યા અનુસાર કરવા માંડ્યો
નરેન્દ્ર મોદીની કેબિનેટમાં ભારે ઉદ્યોગ ખાતું બિન મહત્ત્વનું છે એવું કહીને શિવસેનાના સાંસદ અનંત ગીતેએ આરંભમાં વિરોધ કર્યા પછી આશ્ચર્યકારક રીતે તે સ્વીકારી લીધું તે બતાવે છે કે શિવસેના કાગળ પરનો જ વાઘ છે. તેના લાંબા સમયથી ભાગીદાર ભાજપે તેને ખાતાં ફાળવણી સમયે યોગ્ય જગ્યા બતાવી દીધી છે, એમ એનસીપી પ્રમુખ ભાસ્કર જાધવે કહ્યું હતું. ભાજપની દૃષ્ટિએ શિવસેનાનું મૂલ્ય ફક્ત એક મંત્રાલય પૂરતું છે અને તેની બધી માગણીઓ ફગાવી દેવાઈ છે.
અંતે ગીતેએ પદભાર સંભાળ્યે જ છૂટકો હતો એવું બતાવી દીધું છે, એમ તેમણે જણાવ્યું હતું. શિવસેનાના ૧૮ સાંસદ મહારાષ્ટ્રમાંથી ચૂંટાઈ આવ્યા છે. આથી મોદીની કેબિનેટમાં એક જ મંત્રીપદ અપાયું અને તેય બિનમહત્ત્વનું અપાતા શિવસેના નારાજ હતી. જાધવે યાદ અપાવ્યું હતું કે ભાજપે લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલતો હતો ત્યારે મનસે પ્રમુખ રાજ ઠાકરેનો પણ સંપર્ક સાધ્યો હતો તે ભૂલવું ન જોઈએ. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં સુકાન બદલવાની તેમણે કોઈ માગણી નહીં કરી હોવાનું જાધવે કહ્યું હતું.