શિવસેના-એમએનએસનાં કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ, કોન્સ્ટેબલ ગંભીરપણે ઘાયલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શિવસેના- મનસેની મારામારીમાં પોલીસ પર ચાકુથી હુમલો
- ઉમેદવાર રાહુલ શેવાળેની પત્ની સહિ‌ત ૧૮ શિવસૈનિકો સામે હત્યાનો પ્રયાસ સહિ‌ત ગંભીર ગુના દાખલ
- માનખુર્દમાં નાણાં વહેંચવાની આરોપબાજી પરથી


મુંબઈમાં લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ પૈસાની વહેંચણીની આરોપબાજી પરથી શિવસેના અને મનસેના કાર્યકરો વચ્ચે મારામારી, પથ્થરો થયો હતો. આ સમયે એક કોન્સ્ટેબલના ગળાની નસ કાપી નાખવામાં આવી હતી, જેની હાલત ગંભીર છે. પોલીસે તે મતવિસ્તારના શિવસેનાના ઉમેદવાર રાહુલ શેવાળેની પત્ની સહિ‌ત ૧૮ શિવસૈનિકો સામે હત્યાના પ્રયાસ સહિ‌તના ગંભીર ગુના દાખલ કરાયા છે.દક્ષિણ મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તારમાં બુધવારે મોડી રાત્રે મનસેના કાર્યકરના એક વાહનમાંથી મતદારોને રીઝવવા માટે પૈસાની વહેંચણી કરવામાં આવી રહી છે એવો આરોપ ત્યાં મોજૂદ રાહુલ શેૂવાળેની પત્ની કામિનીએ કર્યો હતો. આ પછી આ વાહનને પોલીસ સ્ટેશને લઈ જવાયું હતું.

આ પરથી બંને પક્ષોના કાર્યકરો વચ્ચે સામસામે મારામારી થઈ હતી. તેમાં પથ્થરમારો પણ કરાયો હતો. આ સમયે તેમને રોકવાનો પ્રયાસ કરનારા કોન્સ્ટેબલ વિકાસ થોરબોલેના ગળા પર તીક્ષ્ણ ઓજારથી ઘા કરાયો હતો, જેમાં તેના ગળાની નસ કપાઈ ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં તેન નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પછી પોલીસે તપાસ કરીને આ ઘટના માટે દોષી કામિની શેવાળે સહિ‌ત ૧૮ શિવસૈનિકો સામે હત્યાનો પ્રયાસ, ફરજ બજાવતા સરકારી કર્મચારી પર જીવલેણ હુમલો સહિ‌તના ગંભીર ગુના દાખલ કરાયા છે. આ પછી આજે બપોરે ૧ વાગ્યે બે શિવસૈનિકની ધરપકડ કરવામાં આવી હતી. ગુરુવારે મતદાન શરૂ થતાં પોલીસે આવતીકાલથી આ સર્વ સામે કઠોર કાર્યવાહી કરાશે એમ જણાવ્યું હતું.

આ ઘટનાને લીધે મુંબઈ પોલીસ હચમચી ગઈ છે. ચૂંટણીના સમયે રાજકીય પક્ષોના કાર્યકર્તાઓ તરફથી પોલીસો પર હુમલો થયો હોય એવી આ પહેલી જ ઘટના છે. મુંબઈ પોલીસે આ બાબતની ગંભીર નોંધ લઈ વરિષ્ઠ પોલીસોના નેતૃત્વ હેઠળ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈના પોલીસ કમિશનર રાકેશ મારિયા હોસ્પિટલ જઈ જખમી થયેલા કોન્સ્ટેબલને મળ્યા હતા અને ખબરઅંતર પૂછયા હતા.