• Gujarati News
  • Sharad Yadav Comment On Padma Shri Award In Mumbai Latest News

મુંબઈ:બેઇમાનને જ પદ્મ મ‌ળે છે: શરદ યાદવે વિવાદ જગાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર:શરદ યાદવ)
મુંબઈ:વિવાદગ્રસ્ત વિધાનોથી હંમેશાં ચર્ચામાં રહેલા જેડીયુ અધ્યક્ષ શરદ યાદવે હવે પદ્મ પુરસ્કારની ઉપર નિશાન સાધ્યું છે. પદ્મ પુરસ્કાર ફકત બેઈમાન અને મોટા લોકોને આપવામાં આવે છે, એવું વિધાન મુંબઈમાં કરીને યાદવે નવા વિવાદને જગાડ્યો છે.ગરીબ અને આદિવાસીઓનો ઉલ્લેખ કરીને યાદવે પદ્મ પુરસ્કારની ઉપર જોરદાર આક્ષેપ નોંધાવ્યો છે. ગરીબ અને આદિવાસી સમાજની વ્યક્તિને પદ્મ પુરસ્કાર શા માટે નથી અપાતા.
વિવાદનું ગ્રહણ છૂટતું નથી
વિવિધ ક્ષેત્રોમાં યોગદાન કરનારી વ્યક્તિને રાષ્ટ્રપતિને હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાય છે. પ્રતિષ્ઠિત માનવામાં આવતા આ પુરસ્કારને ગયાં કેટલાંક વર્ષથી વિવાદનું ગ્રહણ લાગ્યું છે.