હવે મહારાષ્ટ્ર સર કરવા માટેની જવાબદારી અમિત શાહને સોંપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અમિત શાહને વિધાનસભાની ચૂંટણીની જવાબદારી સોંપાઈ
- રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બેઠક વહેંચણીમાં અન્યાયનો શિવસેનાને ડર


ઓછામાં ઓછા ત્રણ મંત્રીપદની અપેક્ષા રાખનારી શિવસેનાને એક જ પ્રભાવહીન ખાતું આપીને નારાજ કરી છે ત્યાં ભાજપે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જવાબદારી અમિત શાહને સોંપી હોવાથી જગ્યા વહેંચણીમાં શિવસેનાને અન્યાય થઇ શકે છે, એવો ભય વ્યકત કરવામાં આવે છે. જોકે ભાજપ તરફથી
એવો પ્રયત્ન કરાતાં તેનો જોરદાર વિરોધ કરવાનો વિચાર શિવસેનામાં ચાલુ છે. રાજ્યમાં ૧૮ સાંસદને ચૂંટીને એકથી વધારે કેબિનેટ અને બે રાજ્યમંત્રીપદ મળશે, એવી અપેક્ષા શિવસેનાને હતી.
ફક્ત ભવિષ્યમાં વિસ્તાર વખતે તક મળશે, એવું આશ્વાસન ભાજપના નેતૃત્વ તરફથી મળતાં શિવસેનાએ એક કેબિનેટ ખાતા ઉપર સંતોષ માન્યો હતો. હવે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી યશસ્વી કરવા માટે ભાજપના ઉત્તર પ્રદેશના યશમાં સિંહફાળો નોંધાવનારા અમિત શાહની ઉપર ભાજપે જવાબદારી નાખવાનું નક્કી કર્યુ છે.શિવસેના રાજ્યમાં વિધાનસભાની ૧૭૧ જગ્યા પર લડવાની હોવાથી એક પણ જગ્યા ઓછી કરવા માટે તૈયાર નથી.
આગળ વાંચો, જો અમિત શાહ અક્કડ વલણ રાખશે તો શિવસેના તેનો પુરેપુરો વિરોધ કરશે....