• Gujarati News
  • Salman Khan Show That Evidence Insisted Of The Day On Did Not To Driving

સલમાન ખાન તે દિવસે ડ્રાઈવિંગ કરતો નહોતો એ બતાવવા પુરાવા પર ભાર આપ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઇલ તસવીર: સલમાન ખાન )
મુંબઈ:2002ના હિટ એન્ડ રમ કેસમાં પોતાની વિરુદ્ધ ખોટા આરોપ મૂકવાનામાં આવ્યા છે એવું કહીને અભિનેતા સલમાન ખાને શુક્રવારે ટ્રાયલ કોર્ટને જણાવ્યું હતું કે એક જણને ભોગ લેનારી અને ચાર જણને ઈજાગ્રસ્ત સ્થિતિમાં મૂકી દેનારી તે દિવસની અકસ્માતની ઘટના સમયે પોતે ડ્રાઈવિંગ કરતો નહોતો એ દર્શાવતા અમુક સંજોગો છે.સલમાનના વકીલ શ્રીકાંત શિવડેએ જજ ડી. ડબ્લ્યુ. દેશપાંડેને જણાવ્યું હતું કે તે દિવસે ટોટોટા લેન્ડ ક્રુઝ એસયુવી અશોક સિંહ જ ચલાવતો હતો અને નહીં ચલાવતો નહોતો. બચાવ પક્ષના સાક્ષીદારની તપાસમાં પણ આ બહાર આવ્યું છે.
સલમાન ડ્રાઈવની બાજુમાં હતો તેનો અર્થ એવો થતો નથી કે તે ઘટનાના દિવસે ડ્રાઈવિંગ કરતો હતો. ઊલટતપાસમાં પણ અમે આ સમજાવ્યું (બચાવ પક્ષના સાક્ષીદારની) છે અને આરોપી (સલમાન)નાં નિવેદનમાં પણ તે છે, એમ શુક્રવારથી શરૂ થયેલી આખરી દલીલોમાં શિવડેએ જણાવ્યું હતું.સલમાન કાર ડ્રાઈવ કરતો હતો એવું દર્શાવતા કોઈ પુરાવા નથી. સાક્ષીદારોની તપાસમાં એ જ બહાર આવ્યું છે કે તે દિવસે સલમાન કારની જમણી બાજુથી બહાર આવ્યો હતો. દુર્ઘટનાને લીધે કારનો ડાબી બાજુનો દરવાજો જામ થઈ ગયો હતો, જેને લીધે તે કારની જમણી બાજુથી બહાર આવ્યો હતો.
સલમાન અને અશોક સિંહનું નિવેદન શા માટે સ્વીકારવું ન જોઈએ તે માટે કોઈ કારણ દેખાતું નથી, એમ પણ તેમણે ફરિયાદ પક્ષના કેસમાં દોષ કાઢતાં જણાવ્યું હતું.ઘટનાના દિવસે અશોક સિંહ વાહન ચલાવતો હતો એ પછીથી ઊપજાવી કાઢેલી વાત છે એવી ફરિયાદ પક્ષની દલીલમાં કોઈ તથ્ય નથી. અકસ્માતના દિવસે કારની ડાબી બાજુનો આગળનો દરવાજો ખૂલી શક્યો નહોતો, જેથી સલમાન જમણી બાજુથી બહાર આવ્યો હતો, કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, એમ પણ તેમણે જણાવ્યું હતું.
સલમાન કલાકની 90થી 100 કિમી ગતિથી વાહન ચલાવતો હતો એ આરોપનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું આ વાત શક્ય નથી. જે ડબ્લ્યુ મેરિયટ હોટેલ (જ્યાં તે દિવસે સલમાન અને તેનો મિત્ર તથા ભાઈ ગયા હતા) અને દુર્ઘટના સ્થળ વચ્ચે 7થી 8 કિમી અંતર છે, જ્યારે તેની કારે આ અંતર પાર કરવા માટે પરોઢિયે 2.15 વાગ્યાથી 2.45 વાગ્યા સુધી અડધો કલાક લીધો હતો.
ઘટનાના દિવસે મધરાત્રે રસ્તા ખાલી હતા ત્યારે જો કોઈ આટલી ઝડપે વાહન ચલાવે તો આટલું ઓછું અંતર કરવા માટે 30 મિનિટ કઈ રીતે લાગી શકે, એવી દલીલ પણ તેમણે કરી હતી.રેન બારનો મેનેજર, સલમાનનો પોલીસ બોડીગાર્ડ રવીંદ્ર પાટીલ અને ડેરી માલિક રામશ્રેય પાંડેની જુબાનીમાં એવું કહ્યું હતું કે તે દિવસે કારમાં ચાર જણ હતા, જ્યારે ફરિયાદ પક્ષનો દાવો છે કે ત્રણ જણ હતા, એવી પણ દલીલ કરી હતી.આ દલીલો અધૂરી રહી હતી, જે 15મી એપ્રિલે આગળ ચાલુ રહેશે, જ્યારે ફરિયાદ પક્ષ 13 એપ્રિલે તેની લેખિત દલીલો સુપરત કરશે.