અભિનેત્રી રૂપા ગાંગુલીના લગ્ન : અંધેરીમાં રિસેપ્શન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી છ ફેબ્રુઆરીના રોજ લગ્ન કરી રહી છે. આ અભિનેત્રી અશ્વિન વર્મા સાથે લગ્નનાં સાત ફેરા ફરવાની છે. રૂપાલી ગાંગુલી 'પરવરિશ - 'કુછ ખટ્ટી કુછ મિઠ્ઠી'માં કામ કરી રહી છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રૂપાલીએ પોતાના જીવનના ખાસ દિવસ માટે રજા લીધી છે. રૂપાલી અને અશ્વિને પોતાના અફેયરને દુનિયાથી છુપાવીને રાખ્યું હતું.

રૂપાલી અને અશ્વિન કોર્ટ મેરેજ કરવાની છે. અશ્વિન બોલિવૂડ કે ટેલિવૂડ સાથે સંકળાયેલો નથી.

સીરિયલના સેટ પર ઘણાં જ ઓછા લોકોને રૂપાલી ગાંગુલીનાં લગ્ન અંગેની જાણ છે. આ લગ્નમાં માત્ર નિકટના લોકોને આમંત્રણ આપવામાં આવશે.

રૂપાલી અને અશ્વિન સાંજે અંધેરીમાં રિસેપ્શન આપવાનાં છે.

જ્યારે દિવ્યભાસ્કરડોટકોમે રૂપાલીને ફોન કરીને લગ્ન અંગેની વાત પૂછી ત્યારે તેણએ હસીને માત્ર એટલું જ કહ્યું હતું કે ચાર વાગે ફોન કરજો, તે તમામ માહિતી આપશે.

રૂપાલી અને અશ્વિનને લગ્નજીવનની હાર્દિક શુભકામનાઓ.....