મંત્રીમંડળમાં સ્થાન ન મળતા આરપીઆઈ અધ્યક્ષ નારાજ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિતોના નેતા તરીકે કેન્દ્રમાં મંત્રીપદ મળવાની આઠવલેને આશા હતી

નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાથી મહાયુતિનો એક ઘટક પક્ષ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલે નારાજ થયા છે. આથી નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકેની શપથવિધિમાં ગેરહાજર રહી તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એનડીએની સત્તા આવવાથી દલિતોના નેતા તરીકે કેન્દ્રમાં મંત્રીપદ મળશે એવી આશા આઠવલેને હતી. એ માટે તેઓ ભાજપના અનેક નેતાઓને પણ મળ્યા હતા. નરેન્દ્ર મોદી સાથે પણ તેમની ચર્ચા થઈ હતી. આ બધાએ મંત્રીપદ માટે તમારા નામનો વિચાર કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું. જોકે સંભવિત મંત્રીમંડળની પહેલી યાદીમાં સ્થાન ન મળવાથી આઠવલે અસ્વસ્થ થઈ ગયા હતા. તેમની આ નારાજગીની આગામી વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિના જોડાણ પર કોઈ અસર થશે કે કેમ તે જોવાનું રહેશે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...