અંધ સરકારી કર્મચારીઓને 'વિશેષ ભથ્થાં’ બાબતે રાહત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંધ સરકારી કર્મચારીઓને તેમના સહાયકો માટે વિશેષ પ્રવાસ ભથ્થું આપવાની જોગવાઈ સાથે સરકારે 'અંધ’ શબ્દની વ્યાખ્યા વધુ કઠોર બનાવવી ન જોઈએ. 'અપંગ વ્યક્તિ કાયદા’માં અપાયેલી 'અંધ’ શબ્દની વ્યાખ્યામાં બંધબેસતા તમામ સરકારી કર્મચારીઓને આ વિશેષ ભથ્થું આપવા વડી અદાલતે આદેશ આપ્યો હતો. આ વિશેષ ભથ્થા અંગેની સરકારની કાનૂની જોગવાઓ સંદર્ભે આ હુકમ કરાયો હતો.
નાસિક જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારીએ બે વર્ષ પૂર્વે આપેલા આદેશને પડકારની મહારાષ્ટ્ર રાજ્ય અપંગ કર્મચારી અધિકારી સંઘટનાની અરજીની સુનાવણી દરમિયાન ઉપરોક્ત હુકમ કરતાં મુખ્ય ન્યાયમૂર્તિ‌ મોહિ‌ત શાહ અને ન્યા. અનુપ મોહનાની ખંડપીઠે નાસિક જિલ્લા પરિષદના 'અંધ’ શબ્દની વ્યાખ્યાની સખ્તાઈથી અર્થઘટન દ્વારા અનેક કર્મચારીઓને વિશેષ પ્રવાસ ભથ્થું નકારવાના તેમ જ અગાઉ અંધ કર્મચારીઓને અપાયેલું ભથ્થું પાછું વસૂલ કરવાના આદેશો રદ કર્યા હતા.
ન્યાયમૂર્તિ‌ઓએ જણાવ્યું હતું કે ''નાસિક જિલ્લા પરિષદે જો અંધ કર્મચારીઓ પાસેથી વિશેષ પ્રવાસ ભથ્થાની રકમો પાછી લીધી હોય તો એ નાણાં તેમને આઠ સપ્તાહમાં પાછા ચૂકવવા.’’ ખંડપીઠનો આ હુકમ નાસિક જિલ્લા પરિષદ માટે હોય તો પણ એ ઉદાહરણીય હોવાથી આખા રાજ્યના નેત્રહીન કર્મચારીઓ માટે માર્ગદર્શક બની રહેશે.
રાજ્ય સરકારના ૪ જૂન, ૨૦૦૧ના ઠરાવ-જી.આર અનુસાર 'અંધ’ શબ્દની વ્યાખ્યા વધુ ચોકસાઈભરી અને આકરી બનાવાઈ હતી. એ ધારાધોરણો-શરતોમાં બંધબેસતાં ન હોય તેમને આ વિશેષ પ્રવાસ ભથ્થું નાસિક જિલ્લા પરિષદે નકાર્યું હતું. જિલ્લા પરિષદના એ નિર્ણયને પડકારતી અરજી નેત્રહીનોના સંગઠને કરી હતી, અરજીમાં સંગઠને જણાવ્યું હતું કે ''અપંગ વ્યક્તિ કાયદામાં અપાયેલી નેત્રહીનોની વ્યાખ્યા પ્રમાણે તમામ અંધ કર્મચારીઓને વિશેષ પ્રવાસ ભથ્થું ચૂકવાવું જોઈએ. નાસિક જિલ્લા પરિષદે એ વ્યાખ્યાનો અમલ સખતાઈ અને સંકુચિતતાથી કરતાં ઓછી સંખ્યામાં અંધકર્મચારીઓને તેનો લાભ મળશે.