મુંબઈ: મોદી- શાહની ટીકા કરશો તો ખેર નહી, પ્રસિદ્ધ બ્લોગરને ધમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: ભાજપ સામે શિંગડાં ભરાવશો નહીં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપાધ્યક્ષ અમિત શાહની ટીકા કરશો તો ખેર નહીં એવી ધમકી પ્રસિદ્ધ લેખક, બ્લોગર, ઈતિહાસશાસ્ત્રી રામચંદ્ર ગુહાને આપવામાં આવી છે. ઈ-મેઈલ થકી તેમને આ ધમકી મળી હોવાનું ગુહાએ પીટીઆઈને જણાવ્યું છે. ગુહા બ્લોગના માધ્યમથી દેશમાં રાજકીય ઘટનાઓ પર પોતાનો સ્પષ્ટ મત આપે છે. તેમના લખાણ તરફ આંગળી ચીંધીને તેમને લક્ષ્ય કરવામાં આવ્યા છે.

મોદીની ઈન્દીરા ગાંધી સાથે સરખામણી ન કરવા ચેતવણી

ડિવાઈન ઈન્ડિયન નામે ગુહાને ધમકીનો મેઈલ મોકલવામાં આવ્યો છે. મોદી અને શાહ ભાજપના દૈવી વરદાન છે. તેમની ટીકા બંધ કરો. મોદીની તુલના ઈન્દિરા ગાંધી અને અમિત શાહની તુલના સંજય ગાંધી સાથે નહીં કરો. અન્યથા ખેર નહીં, એવી નોંધ મેઈલમાં કરવામાં આવી છે. અમારા નેતાઓ પર તમે આવું ઘસાતું કઈ રીતે લખી શકો છો. તમે પોતાને કોણ સમજો છો, એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે.

આવું લખવા પૂર્વે મોદી- ઈન્દિરા અને શાહ- સંજય ગાંધી વચ્ચેનો ફરક સમજી લો. પ્રત્યક્ષ દેવદૂત અને દેવના આશીર્વાદ લાભેલા વચ્ચે ફરક છે. આ શબ્દોનો અર્થ સમજી લો. દૈવી વ્યક્તિનો આદર કરવાનું શીખો એમ પણ તાકીદ આપવામાં આવી છે. ગુહાએ આ ધમકી સામે જણાવ્યું હતું કે આવી ધમકીઓ તો મને વારંવાર આવે છે. તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી.
અન્ય સમાચારો પણ છે...