કારમાં પરાજય બાદ રાજ ઠાકરેમાં વિનમ્રતાની સરવાણી ફુટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પરાજય બાદ રાજ નરમ પડયા ૩૧મીએ સૌને નમ્ર આમંત્રણ
- સોમૈયા મેદાનમાં રાજ ઠાકરે જાહેર સભાને સંબોધશે


'જુઓ કેવી વાટ લગાડું છું... મારી ઔકાત દેખાડી દઈશ’ એવી ગર્જના કરી વિરોધ પક્ષોને પડકારનારા મનસે અધ્યક્ષ રાજ ઠાકરે લોકસભા ચૂંટણીમાં બૂરી રીતે પરાજય પામ્યા બાદ ઠંડા પડયા હોવાનું જોવામાં આવી રહ્યું છે. ઘણી વાર ધમકાવનારી ભાષામાં વાતો કરનારા રાજના લોકોને વિનવણી કરનારાં બેનર મુંબઈ, થાણેમાં ચમકી રહ્યાં છે. '૩૧ મેના રોજ થનારી જાહેર સભામાં આવો, મને આપની જોડે વાત કરવી છે’ એવી આજીજી રાજે કરી છે. મનસેના સૌમ્ય સ્વરોને લીધે ચર્ચાએ જોર પકડયુ હતું.

લોકસભાની ચૂંટણીમાં દસ ઉમેદવારોને ઉતારીને રાજે શિવસેનાને પડકાર ફેંક્યો હતો, પરંતુ મહારાષ્ટ્રની જનતાએ તેના ઉમેદવારોને નકાર આપ્યો હતો. મનસેના ઉમેદવારોનો પરાજય થયો હતો, તે સિવાય આઠ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. આવા આઘાતજનક પરાજય બાદ રાજે મૌન ધારણ કર્યુ હતું. તે ઉપરાંત રાજ ઉપર ટીકાઓની ઝડી વરસી હતી. આખરે પક્ષની આંતરિક બેઠક બાદ ૩૧ મેના રોજ જાહેર સભા કરવાનો નિર્ણય રાજે લીધો છે.
આગળ વાંચો, રાજનાં બેનરોમાં આવો મારે તમારી જોડે વાત કરવી છે જેવી નમ્ર ભાષાનો ઉપયોગ ......