તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંગડિયાઓમાં અને આઈએ-આઈટીના દરોડાથી રોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'વિશ્વાસ’ને આધારે કારભાર ચલાવતી આંગડિયા પેઢીઓ ગયા સોમવારની ઘટનાથી અત્યંત ખફા

ભારતની સૌથી જૂની કુરિયર સર્વિ‌સ કહો કે પછી અનૌપચારિક બેન્કિંગ સિસ્ટમની કરોડરજ્જૂ કહો, સદંતર 'વિશ્વાસ’ને આધારે કારભાર ચલાવતી આંગડિયા પેઢીઓ ગયા સોમવારની ઘટનાથી અત્યંત ખફા, નારાજ અને રોષની સ્થિતિમાં છે. સોમવારે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસે રોકડ રકમ અને ઝવેરાત ભરેલી ૧૦૨ બેગો ભરેલી ચાર ટ્રકો જપ્ત કરીને તેમને હવાલા ઓપરેટર્સનું લેબલ લગાડવાની પ્રવૃત્તિ સામે આંગડિયા પેઢીઓ ભવ્ર અસંતોષ વ્યક્ત કરે છે.

મુંબઈના નોકરિયાતો માટે જેમ રિફિન બોક્સની હેરફેર કરનારા ડબ્બાવાળાઓનું મહત્ત્વ છે, એવું જ મહત્ત્વ હીરા ઉદ્યોગ અને બીજા અનેક વેપાર ધંધા માટે આંગડિયાઓનું છે. આવકવેરા ખાતા અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ શંકાસ્પદ કન્સાઈનમેન્ટ માટે દરોડો પાડયા પછી તેમની વિશ્વસનીયતા અને કામગીરીને મોટો આંચકો લાગ્યો હોવાની લાગણી આંગડિયા પેઢીઓના માલિકો-સંચાલકો વ્યક્ત કરી રહ્યા છે.

તેમની મોટાપાયા પરની વ્યાપક અને જવાબદારી ભરી કામગીરી છે. મુંબઈ અને ગુજરાતમાં ૪પ હજાર આંગડિયા કામ કરે છે. તેઓ વર્ષે કરોડો રૂપિયાની રોકડ રકમ અનૌપચારિક મનીઓર્ડર સિસ્ટમ દ્વારા પહોંચાડવા અને દૂર સુદૂર દસ્તાવેજો પહોંચાડવા ઉપરાંત વર્ષે ઓછામાં ઓછા ૪૦૦ અબજ રૂપિયાના હીરા પણ એકથી બીજે ઠેકાણે પહોંચાડવાની કામગીરી બજાવે છે.હીરાના વેપારીઓ આયાત કરેલા કાચાહીરા મુંબઈમાં મેળવે છે અને એ કાચા હીરા મુંબઈની બહાર ખાસ કરીને ગુજરાતમાં કટિંગ-પોલિશિંગ માટે મોકલે છે.પેઢીના માણસો તેમના શર્ટ-ખમીસના છૂપા ખિસ્સામાં મૂકીને અથવા આંગડિયા સ્પેશિયલ ટ્રેન ગુજરાત મેઈલમાં પોતાની સીટની નીચે મૂકેલી બેગમાં લઈ જાય છે. આ ગાડી આંગડિયા એક્સપ્રેસ તરીકે ખ્યાતિ પામી છે.

ગુજરાતના ચોક્કસ જ્ઞાતિઓ-સમુદાયોના પરસ્પર સંબંધીઓના સમૂહો આંગડિયા પેઢીઓમાં સક્રિય હોય છે. આ પેઢીઓમાં કામ કરતા માણસોમાં તેમને પહોંચાડવા માટે આપેલા પારસલો ખોલીને ખાંખાખોળા કરવાની જુગુપ્સી સ્હેજ પણ હોતી નથી. વિશ્વાસપાત્રના તેમનો સૌથી મોટો ગુણ છે.

તેઓ ફક્ત ઝવેરાત જ નહીં, ગાર્મેન્ટસ અને મોટર સ્પેર પાર્ટસ જેવી ચીજો પણ એકથી બીજા ઠેકાણે પહોંચાડવાનું કામ સંભાળે છે આવા પેકેટસ માટેનો દર ૧૧થી ૧૨ રૂપિયે કિલોથી શરૂ થાય છે હીરાના વેપારીઓને એક લાખ રૂપિયાના હીરાનું પણ પેકેટ હોય તો એ પહોંચાડવા માટે રૂ. ૩૦૦નો ચાર્જ લેવાય છે. આટલી વ્યવસ્થિત અને વિશ્વસનીય કામગીરી બજાવતા આંગડિયા પર સોમવારની કાર્યવાહીએ વાઘાત જેવી અસર નીપજાવી છે.