તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પર્યાવરણ રક્ષણ માટે મુંબઈમાં કાગળની ગણેશમૂર્તિ, ટિશ્યુ પેપરમાંથી પણ બનાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈઃ પર્યાવરણપ્રિય ગણેશોત્સવ બાબતે વારંવાર બોલવામાં આવી રહ્યું હોય તો પણ તે માટે નાગરિકોમાં જાગૃતિ આવી છે તે આ વખતે વધારે સકારાત્મકતાથી જણાઈ રહ્યું છે. માટીની મૂર્તિઓની માગણીમાં આ વર્ષે વધારો થયો છે. તે ઉપરાંત કાગળના અને ટિશ્યુ પેપરની લૂગદીમાંથી બનાવેલી મૂર્તિઓની પણ માગણી વધી છે. ઘરગથ્થુ ગણપતિ નહીં પરંતુ કેટલાક સાર્વજનિક ગણેશોત્સવ મંડળે પણ ટિશ્યુ પેપરમાંથી જ બનાવેલી મૂર્તિની સ્થાપના કરી છે. કાગળની લૂગદીમાંથી બનાવેલી મૂર્તિ થોડીક ખરબચડી હશે તેવી સમજણ દૂર કરતાં વિલેપાર્લા ખાતે દિગંબર મયેકરે સાલ 2008માં બાળગોપાળ મિત્ર મંડળના ગણપતિ એટલે કે પાર્લાના પેશવા ટિશ્યુ પેપરમાંથી બનાવ્યા હતા.

અત્યાર સુધીમાં માત્ર બે મૂર્તિ કાગળની લૂગદીમાંથી બનાવવામાં આવતી હતી. જોકે હવે તેમાં વધારો થયો હતો. મૂર્તિકાર મયેકરે લગભગ 10 મૂર્તિ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે બનાવી છે. વિલેપાર્લા, અંધેરી, ગોરેગાવથી ઠેઠ કલ્યાણ, ભિવંડી ખાતે મંડળોએ ટિશ્યુ પેપરની મૂર્તિ માટે માગણી કરી હતી. ગણેશભક્તોની માગણી અનુસાર તેમણે કેટલીક ઘરગથ્થુ મૂર્તિ પણ બનાવી છે. આ મૂર્તિ વિસર્જન કરતાં 15 મિનિટમાં તે વિસર્જિત થઈ જાય છે.

પાર્લાના પેશવા આ વખતે ઘોડા ઉપર સવાર છે. આ મૂર્તિ 19 ફૂટની છે. તેને લીધે ઉંચામાં ઉંચી મૂર્તિ પણ પર્યાવરણમિત્ર હોઈ શકે છે તે આને લીધે સિદ્ધ થયું છે. પાર્લાના પેશવા સાથે વિલેપાર્લાના ચિંતામણી, વિલેપાર્લા એકદંત, બિંબિસારનગરના ગણપતિ, અંધેરીના મોર્યા સુદ્ધાં ટિશ્યુની લૂગદીમાંથી બનાવવામાં આવ્યા છે. તેની સાથે સ્વપ્નાક્ષય મિત્ર મંડળ સાર્વજનિક ગણેશોત્સવ મોડેલ ટાઉન, સાત બંગલા ખાતે બાપ્પાને કાગળની લૂગદીમાંથી બનાવવામાં આવ્યા છે. આ મંડળે પર્યાવરણનું રક્ષણ કરવાના સંદેશનો દેખાવ અને મૂર્તિ આ બંનેમાંથી આપ્યો છે.
વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો