મુંબઈ: વિધાન પરિષદની એક સીટ માટે થયેલી પેટાચૂંટણીમાં ભાજપ-શિવસેના યુતિના ઉમેદવાર પ્રસાદ લાડ વિજયી થયા હતા. લાડે કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ આઘાડીના ઉમેદવાર દિલીપ માનેથી 136 વધારે મત મેળવી વિજય મેળવ્યો હતો.
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સ્વતંત્ર પક્ષ સ્થાપનારા નારાયણ રાણેએ વિધાનસભ્ય પદનું રાજીનામું આપ્યું હોવાથી વિધાન પરિષદની એક સીટ ખાલી થઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપે ભાજપના નિષ્ઠાવંત ઉમેદવારોને કોરાણે મૂકીને પ્રસાદ લાડને ઉમેદવારી આપી હતી. એની ખાસ્સી ચર્ચા થઈ હતી.
લાડ વિરુદ્ધ કોંગ્રેસ- રાષ્ટ્રવાદીએ દિલીપ માનેને ઉમેદવારી આપી હતી. ગુરુવારે થયેલી મત ગણતરીમાં લાડને 209 અને માનેને 73 મત મળ્યા હતા. વિરોધીઓના 9 મત ફૂટ્યા હોવાનું આ પેટાચૂંટણીમાં જણાયું હતું. પ્રસાદ લાડના વિજયને કારણે ભાજપના વિધાન પરિષદમાં પક્ષ મુજબ સંખ્યાબળમાં એકનો વધારો થયો હતો. દરમિયાન આ પેટાચૂંટણીનો એમઆઈએમ પક્ષે બહિષ્કાર કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.