તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નકલી એન્કાઉન્ટર કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્મા નિર્દોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનના કથિત સાગરીત રામ નારાયણ ગુપ્તાના ૨૦૦૬ના કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં પોલીસ સેવામાંથી બરતરફ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માને શુક્રવારે સેશન્સ ર્કોટે સર્વ આરોપમાંથી મુક્ત કર્યા હતા.

જોકે આ અન્કાઉન્ટર કરનારી ટીમનું નેતૃત્વ કરનારા અન્ય સિનિયર પોલીસ અધિકારી પ્રદીપ સૂર્યવંશીને દોષી ઠરાવવામાં આવ્યો છે. આ કેસમાં ૧૩ પોલીસ સહિ‌ત ૨૦ આરોપીને સેશન્સ જજ વી. ડી. જધવારે વિવિધ આરોપ હેઠળ કસૂરવાર ઠરાવ્યા છે. આ સર્વને સોમવારે સજા સંભળાવવામાં આવશે.

ફરિયાદી પક્ષના કેસ મુજબ ૧૧ નવેમ્બર, ૨૦૦૬ના રોજ પોલીસ ટીમે નવી મુંબઈના વાશી ખાતેથી છોટા રાજન ટોળકીના સાગરીત હોવાની શંકા પરથી રામ નારાયણ ગુપ્તા ઉર્ફે લખ્ખન ભૈયા અને અનિલ ભેદાનો ઊંચકી લીધા હતા. આ જ દિવસે લખ્ખનભૈયાનું પ‌શ્ચિ‌મ મુંબઈમાં વર્સોવા ખાતે નાના નાની પાર્ક નજીક એન્કાઉન્ટર થયું હતું.

આ એન્કાઉન્ટર પછી એવો આરોપ થયો હતો કે ભેદાને સૌપ્રથમ વર્સોવામાં ડી. એન. નગર પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રખાયો હતો અને બાદમાં કોલ્હાપુરમાં ખસેડવામાં આવ્યો હતો. આ પછી મુંબઈમાં લાવવામાં આવ્યો હતો અને એક મહિ‌ના સુધી અટકાયતમાં રખાયો હતો.

તે જ વર્ષે ૧પ નવેમ્બરે લખ્ખનભૈયાના ભાઈ એડવોકેટ રામપ્રસાદ ગુપ્તાએ હાઈ કોર્ટમાં અરજી કરીને એવો આરોપ કર્યો હતો કે પોતાના ભાઈનું એન્કાઉન્ટર નકલી હતું અને તે વાસ્તવમાં બરહેમીથી કરાયેલી હત્યા હતી.

બે વર્ષ પછી ફેબ્રુઆરી ૨૦૦૮માં હાઈ ર્કોટે આ કેસની મેજિ‌સ્ટ્રેટ તરફથી તપાસનો આદેશ આપ્યો હતો. મેજિસ્ટ્રેટની તપાસના અહેવાલમાં એવું જણાવાયું હતું કે આ ઠંડે કલેજે કરાયેલી હત્યા હતી. આ પછી હાઈ ર્કોટે વધુ તપાસ માટે સપ્ટેમ્બર ૨૦૦૯માં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની ઘોષણા કરીને તપાસ સોંપી હતી.
૮ જાન્યુઆરી, ૨૦૧૦ના રોજ આ કેસના મુખ્ય આરોપી તરીકે પ્રદીપ શર્માની ધરપકડ કરવામાં આવી હતી. ઉફરાંત અન્ય ૨૧ની પણ ધરપકડ કરવામાં આવી હતી. સર્વ આરોપીઓને થાણેની સેન્ટ્રલ જેલમાં રખાયા હતા.

૨૦૧૧માં આ કેસના એકમાત્ર સાક્ષીદાર ભેદા ૧૩ માર્ચના રોજ નવી મુંબઈના તેના ઘરમાંથી અચાનક ગુમ થઈ ગયો હતો. ૧૮ માર્ચે આ કેસમાં તેણે કોર્ટમાં જુબાની આપવાની હતી. તેની પત્નીએ પોતાના પતિને હાજર કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. મારા પતિનું અપહરણ કરાયું છે અને તેનું મોત નીપજાવવામાં આવ્યું હોઈ શકે એવી શંકા તેણે વ્યક્ત કરી હતી. જૂન ૨૦૧૧માં ભેદાની કોહવાયેલી લાશ નવી મુંબઈમાંથી મળી આવી હતી. ડીએનએ પરીક્ષણમાં તે લાશ ભેદાની જ હતી એવું સિદ્ધ થયું હતું.