PICS: સની લિયોનના આવ્યા બાદ બદલાઈ છે પોર્ન ઈન્ડસ્ટ્રીની તસ્વીર!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘પોર્ન’ આ શબ્દ દેશમાં અત્યાર સુધી દબાયેલા અવાજે યુવાનોમાં પ્રયોગ થતો હતો. સમાજની નજરે સ્કૂલ-કૉલેજ જનાર નવયુવાન આ શબ્દના મોટા ગ્રાહક હતાં. ઉંમરવાન લોકો પણ પોર્નના લોભથી બચી શક્યા નથી. ગયા વર્ષે જ કર્ણાટકના ત્રણ મંત્રીએ વિધાનસભા ગૃહમાં પોર્ન નિહાળતા ઝડપાઈ ગયાં હતાં અને બાદમાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
આ પરિવર્તનના સમયમાં ભારતીય ફિલ્મોમાં કિસિંગ સીક્વેન્સ બાદ ઈન્ટીમિસીની સીમાઓ સમાપ્ત થતી લાગે છે. જૂના જમાનાના સમયમાં ફિલ્મોમાં એવા કોઈ સીનને દર્શાવવા ફૂલોનું મિલન બતાવવાને યોગ્ય સમજવામાં આવતું હતું. આ બાબત એવો નિર્દેશ કરે છે કે ભલે સેક્સ અને ઈન્ટિમિસીને લઈને કામસૂત્ર જેવા મહાન ગ્રંથ અહીં લખવામાં આવ્યો હોય પરંતુ આ દેશમાં પોર્નને લઈને હજુ પણ એ જ રૂઢિવાદી દૃષ્ટિકોણ છે. પરંતુ, હવે કેરળ, કર્ણાટક અને તામિલનાડૂ જેવી જૂની પોર્ન ઈન્ડસ્ટ્રી બાદ ભારતમાં પણ બીજા અન્ય શહેરોમાં આ વ્યવસાયની બોલબાલા વધી રહી છે.
મહારાષ્ટ્રના આઈટી હબ પૂણે હવે એક મેજર પોર્ન ઈન્ડસ્ટ્રીના રૂપમાં ઉભરી રહી છે. વર્ષ 2009માં પોર્ન ઈન્ડસ્ટ્રીથી રાજ્યને 60 લાખ રૂપિયાની કમાણી થઈ હતી. રાજ્યમાં વેચાતી પોર્ન સામગ્રીમાંથી અડધી (30 લાખ રૂપિયા) તો માત્ર પૂણેમાં જ વેચાઈ હતી.
આગળની સ્લાઈડ્સને ક્લિક કરો અને જાણો દેશમાં પોર્ન ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી રોચક જાણકારી અને શું વિચારે છે આ વ્યવસાયના મોટા નામ ભારતમાં તેના ભવિષ્ય વિષે.