• Gujarati News
  • Police Custody Of Two Legislators In Matters Of Police Violence

પોલીસની મારપીટ મામલે બે વિધાનસભ્યને પોલીસ કસ્ટડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વસઈના વિધાનસભ્ય ક્ષિતિજ ઠાકુરને વરલી- બાંદરા સીલિંક પર વાહન જરૂર કરતાં વધુ તેજ દોડાવવા માટે રોકનાર આસિસ્ટન્ટ ઈન્સ્પેક્ટર (એપીઆઈ)ની વિધાનસભામાં મારપીટ કરવા સંબંધે ગુરુવારે મનસેના રામ કદમ અને બહુજન વિકાસ આઘાડીના ક્ષિતિજ ઠાકુરે ગુરુવારે પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકારી હતી.

બંનેએ પોલીસ સમક્ષ શરણાગતી સ્વીકાર્યા પછી તેમને સ્થાનિક ર્કોટમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને એક દિવસની પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી. નોંધનીય છે કે પાંચ વિધાનસભ્યોને બુધવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પાંચ વિધાનસભ્યોમાં બહુજન વિકાસ આઘાડીના ક્ષિતિજ ઠાકુર, મનસેના રામ કદમનો, શિવસેનાના પ્રદીપ જયસ્વાલ અને રાજન સાળવી, ભાજપના જયકુમાર રાવલનો સમાવેશ થાય છે. આ પાંચેયને ૩૧ ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

દરમિયાન વિધાનસભ્યોની મારપીટમાં ઘાયલ એપીઆઈ સચિન સૂર્યવંશીની તબિયત જોખમથી બહાર છે, પરંતુ વધુ સારવાર માટે તેને ગુરુવારે બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.