તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈ: 16 વર્ષની યુવતીને તેની માતાએ જ દેહવ્યવસાયમાં ધકેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈ: નવી મુંબઈના વાશીમાં પોલીસે એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ પકડી પાડ્યું છે. વાશી રેલવે સ્ટેશન નજીક એક મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગના ફ્લેટમાં દેહવ્યવસાયનો આ કાળો ધંધો ચાલતો હતો.

પોલીસે આ ફ્લેટમાંથી ત્રણ મહિલા અને ત્રણ યુવતીની ધરપકડ કરી હતી. યુવતીઓની ઉંમર 16, 19 અને 25 વર્ષની છે. 16 વર્ષની યુવતીએ હાલમાં જ દસમા ધોરણની પરીક્ષા આપી છે, જ્યારે 19 વર્ષની યુવતીની થોડા દિવસ પૂર્વે જ સગાઈ થઈ છે, જ્યારે 25 વર્ષની યુવતી વિધવા છે. આંચકાજનક વાત એ છે કે દસમા ધોરણની પરીક્ષા આપેલી 16 વર્ષની યુવતીને તેની માતાએ જ સેક્સ રેકેટમાં ધકેલી હતી, જ્યારે 19 વર્ષની યુવતી બોલીવૂડના એક દિગ્દર્શકની પુત્રી હોવાનો દાવો કરી રહી છે.

આ કેસમાં ધરપકડ કરાયેલી ત્રણ મહિલાઓમાં શકીલા શેખ, પુષ્પલતા અને માર્ગેટલાનો સમાવેશ થાય છે. આ ત્રણેયે કથિત ફ્લેટ ભાડાથી લીધો હતો અને તેમાંથી જ આ સેક્સ રેકેટ ચલાવતી હતી. આ ત્રણેય દલાલો થકી ગ્રાહકોને શોધતી હતી. પોલીસને થોડા દિવસ પૂર્વે આ ફ્લેટમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે એવી માહિતી મળી હતી, જે પછી ગઈકાલે રાત્રે અચાનક દરોડા પાડતાં મહિલાઓ અને યુવતીઓ પકડાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...