મુંબઈની છ બેઠકો પર મોદી વિરોધી મતોનું ધ્રુવીકરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુંબઈના છ લોકસભા મતદારસંઘોની મતદાનની આંકડાવારી જોવામાં આવે તો ભાજપને અનુકૂળ મતદારસંઘમાં મતોની આંકડાવારી નરેન્દ્ર મોદીની વડા પ્રધાન પદની ઉમેદવારીને કારણે વધેલી હોઈ મોદી વિરોધી મતોનું પણ ધ્રુવીકરણ થયાનું રાજકીય નિરીક્ષકોનું જણાવવું છે. લોકસભાની વર્ષ ૨૦૦૯ની ચૂંટણીના મતદાનની આંકડાવારીની વર્ષ ૨૦૧૪ની ચૂંટણીના મતદાનની આંકડાવારી સાથે સરખામણી કરવામાં આવતાં કેટલાંક મહત્ત્વનાં પરિણામો જોવામાં આવ્યાં છે.

મલબાર હિ‌લ અને શિવ કોલીવાડા ખાતે મતોની સંખ્યા અનુક્રમે ૩૦૧૬૧ અને ૩૨૨પ૦ જેટલી થઈ હોઈ મિલિંદ દેવરા અને એકનાથ ગાયકવાડના હૃદયના ધબકારા વધારનારી બાબત બની શકે છે. મલબાર હિ‌લનું વધેલું મતદાન એ ભાજપના મંગલ પ્રભાત લોઢાના કારણે થયેલી મોદી ઈફેકટ છે કે, 'આપ’નાં ઉમેદવાર મીરા સન્યાલની ઉમેદવારીનું પરિણામ છે, તે સ્પષ્ટ નથી.વિલે પાર્લે ખાતે મતોની સંખ્યામાં ૩૭૨૨૦નો વધારો પ્રિયા દત્તને માટે માથાનો દુખાવો સાબિત થયો હોવા છતાં નસીમ ખાન અને કૃપાશંકર સિંહના અનુક્રમે ચાંદિવલી અને કાલિના ખાતેના મતોમાં થયેલો પ૩૬પ૯ અને ૨૩૪પ૩નો વધારો દત્તને આશ્વાસન આપવાલાયક ઠરશે એવી અપેક્ષા છે.

ઉત્તર પ‌શ્ચિ‌મ મુંબઈ લોકસભા મતદાર સંઘમાંના છ વિધાનસભા મતદારસંઘના મતદાનમાં ૩૦થી ૩પ હજાર મતોનો વધારો સૂચવાયો છે, જેને કારણે આ સ્થળના ગુરુદાસ કામત અને ગજાનન કીર્તિ‌કરના રાજકીય ભવિષ્યનો અંદાજ લગાડવો મુશ્કેલીભર્યો થઈ પડયો છે. ઉત્તર મુંબઈમાં બોરીવલી, ચારકોપમાં અનુક્રમે ૪૮પ૪૯ અને ૪૭૪૬૯ મતોનો થયેલો વધારો મોદી ઈફેકટ દેખાડે છે. તે સાથે કાંદિવલી, મલાડ-પ‌શ્ચિ‌મ ખાતે મતોમાં અનુક્રમે થયેલો વધારો ૪૪૮પ૩ અને ૪૧૩૬૯ એન્ટી મોદી ઈફેકટ પણ બની શકે છે. મનસેના પ્રવીણ દરેકરના મતદાર સંઘમાં ૩૩૬૬૪ મતો નિર્ણાયક બને તેવાં ચિહનો છે. તેની પર સંજય નિરુપમ અને ગોપાલ શેટ્ટીના ભવિષ્ય નક્કી થશે.

ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતદાર સંઘમાં માત્ર મુલુંડમાં જ વધેલા ૩૪૦૨પ મત મોદીનો પ્રભાવ દેખાડે છે. પરંતુ ઘાટકોપર પૂર્વમાં એવો મોદી પ્રભાવ આંકડાવારીમાં જોવા મળતો નથી. ભાંડુપ અને ઘાટકોપર-પૂર્વમાં મનસેના શિશિર શિંદે અને રામ કદમના મતદારસંઘોમાં પડેલા મતોની સંખ્યા અનુક્રમે ૪૨૨૦૮ અને ૪૬૧૭૦ મરાઠી ઉમેદવારોના ખિસ્સામાં જશે તો સોમૈયાને માથાનો દુખાવો થશે. માનખુર્દ શિવાજીનગર ખાતે
મતોની સખ્યામાં ૩૬૦૩૯ મતોનો વધારો મેધા પાટકરની ઉમેદવારીનું પરિણામ છે.

રાજ્યમાં આચારસંહિ‌તા હળવી થઈ, હવે વિકાસનાં કામો ફરી શરૂ કરી શકાશે : ચૂંટણી પંચની સ્પષ્ટતા
મહારાષ્ટ્ર, ગોવા, ઓરિસ્સા, છતીસગઢ અને ઝારખંડ રાજ્યોની લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી, આ રાજ્યોની આચારસંહિ‌તા શિથિલ કરવામાં આવી છે. આ રાજ્યોનાં બધાં જ પ્રશાસકીય કામો અને વિકાસનાં કામોની યોજનાઓ ફરી શરૂ કરવા સંબંધી રાજ્ય સરકાર નિર્ણય લઈ શકે છે, એવી કેન્દ્રીય ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી. આથી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક બોલાવી હતી. ચૂંટણીનું પરિણામ ૧૬ મેના જાહેર થવાનું હોઈ, આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી એ કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની બદલી થઈ શકશે નહીં તેમ જ ચૂંટણીનાં કામમાં ભાગ લેનાર અધિકારી અને કર્મચારીઓને મંત્રીઓ અથવા અન્ય રાજકીય પક્ષોના નેતાઓ કામકાજ સંબંધી બેઠકો માટે બોલાવી નહીં શકે એવી નોંધ પંચના પત્રમાં કરવામાં આવી છે.

થાણે જિલ્લામાં સરેરાશ બાવન ટકા મતદાન
લોકસભાની ચૂંટણીમાં થાણે જિલ્લામાં સરેરાશ બાવન ટકા મતદાન થયું છે. જિલ્લા ચૂંટણી શાખાની આંકડાવારીમાં તે ૪૯ ટકા જણાવાય છે. જિલ્લાના થાણે, કલ્યાણ, ભીવંડી અને પાલઘર આ ચાર જ મતદારસંઘમાં મતદારોએ મોટી સંખ્યામાં મતદાનનો અધિકાર ભોગવ્યો છે. વર્ષ ૨૦૦૯ની તુલનામાં સરેરાશ ૧૧ ટકા જેટલું વધુ મતદાન નોંધાયેલું છે અને દેશભરમાં મતદાન વૃદ્ધિનો દાવો થાણે જિલ્લાએ કાયમ પોતાની પાસે અંકે જાળવી રાખ્યો છે. અહીં સૌથી વધુ મતદાન પાલઘરમાં ૬૩.૪૮ ટકા અને સૌથી ઓછું મતદાન કલ્યાણમાં ૪૩.૦૬ ટકા નોંધાયેલું છે.