• Gujarati News
  • Pet Dogs Birthday Gift Became Cause Of Mumbai Based Jewellers 12 Year Old Sons Murder

કૂતરાનાં જન્મદિવસે કરાયેલો ધૂમ ખર્ચ બન્યો 12 વર્ષનાં રોહનની હત્યાનું કારણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલ્યાણમાં જ્વેલરનાં 12 વર્ષનાં પુત્રનાં અપહરણ અને હત્યાનાં ચાર આરપીઓની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે શદમંદોની નજર ગયા વર્ષે ગુચૈત પરિવારની સંપત્તિ પડી હતી, જ્યારે તેમણે પરિવારને પોતાનાં પાળેલા કૂતરાના જન્મ દિવસે મોટા પ્રમાણમાં ખર્ચ કરતા જોયો હતો. આ પરિવારે તેમનાં પગનાં જન્મદિવસે તેને સોનાની ચેઇન ગિફ્ટ કરવા ઉપરાંત ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, તેમ પોલીસે જણાવ્યું છે.
50 લાખ રૂપિયાની ખંડણી માટે કલ્યાણનાં ગુચૈત પરિવારનાં 12 વર્ષનાં પુત્ર રોહનનું 17 એપ્રિલે અપહરણ કરાયું હતું, ત્યારબાદ અપહરણ કર્તાઓએ તેની હત્યા કરી હતી.
ગુનામાં સંડોવાયાલો મુખ્ય આરોપી પોતાનો ગુનો કબૂલી પોલીસને ઘટના સ્થળે લઇ ગયો હતો. પોલીસને તે જગ્યાએ રોહિતની ક્ષત વિક્ષત કરાયેલી લાશ કલ્યાણમાં એપીએમસી માર્કેટની ગટર પાસે ટૂકડા કરેલી હાલતમાં મળી આવી હતી. 21 એપ્રિલનાં રોજ પોલીસને બીજી એક જગ્યાએથી છોકરાનાં કાપેલા પગ મળી આવ્યા હતા, પણ તાત્કાલિક રીતે એ જાણી શકાયું નહતું કે તે કોનાં શરીરનાં ભાગ છે. આમ છતાં પરિવારને ખંડણી માટેનાં ફોન આવતા હતા, તેમ મુંબઇનાં એક અગ્રણી અંગ્રેજી અખબારે જણાવ્યું છે.
રોહન ગુચૈતનું 17 એપ્રિલનાં રોજ સુંદરનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી ઇશાક સૌયદ શેખે રોહનનાં પિતા ઉત્તમનાં સોનાનાં દાગીનાનાં વર્કશોપનો ઇલેક્ટ્રીકલ કામને લગતો કોન્ટ્રાક્ટ લીધો હતો, જ્યાં તે રોહનને મળ્યો હતો અને તેની સાથે મિત્રતા કેળવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપી ત્યારથી 12 વર્ષીય રોહનનાં પરિવારનાં સંપર્કમાં હતો, જ્યારે 21 એપ્રિલ 2013નાં રોજ તેમણે પોતાનાં કૂતરાનાં જન્મદિવસે મોટા પાયે ખર્ચ કર્યો હતો. મુખ્ય આરોપી ઇલેક્ટ્રીસિયન ઇશાક સૈયદ શેખ ઘણી વાર બઝારપેટમાં આવેલા ગુચૈત પરિવારનાં જ્વેલરી યુનિટની અને સુરેન્દરનગર કોમ્પલેક્સમાં આવેલા તેમનાં ઘરની કામનાં હેતુસર મુલાકાત લેતો હતો.
શેખે જોયું હતું કે પરિવારનાં જ્વેલરી યુનિટમાં 29 કામદારો કામ કરતા હતા અને આમ પરિવારની સમૃદ્ધિ પર તેની નજર મંડાઇ હતી. આરોપીએ વિચાર્યું હતું કે આ પરિવાર પાસે ઘણા રૂપિયા છે અને તેથી રોહનનાં પિતા ઉત્તમભાઇ ગુચૈતને એપ્રિલ 2013માં પહેલી વાર ફોન કર્યો હતો, તેમ પોલીસ જણાવે છે.
આરોપીએ જણાવ્યું હતું કે તેઓ પરિવારનાં પુત્રની દરેક હિલચાલ વિશે જાણતા હતા અને પુત્રને સલામત રાખવા માટે તેમણે પરિવાર પાસેથી 5 લાખ રૂપિયાની માગ કરી હતી. તેમના ધ્યાન પર આવ્યું હતું કે ઉત્તમભાઇને પહેલો ફોન આવ્યો ત્યારે તેમણે બે દિવસ સુધી પોતાનો ફોન સ્વિચ ઓફ રાખ્યો હતો, પણ પોલીસનો સંપર્ક કર્યો નહતો. આનાથી પ્રોત્સાહિત થઇને અપહરણકર્તાઓએ ફરી દિવાળી પર ફોન કર્યો હતો અને 10 લાખ રૂપિયાની માગ કરી હતી, પણ તેમણે ફરી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો.
છેવટે આ વર્ષે એપ્રિલમાં અપહરણકર્તા છોકરાને બાઇક પર લઇ ગયો હતો અને અને કોઇ ઓળખી ન લે એટલા માટે હેલ્મેટ પહેર્યું હતું.17 એપ્રિલની સાંજે આરોપીએ ઉત્તમભાઇને બે વાર ફોન કર્યો હતો અને 50 લાખ રૂપિયાની માગ કરી હતી.
તે જ દિવસે શેખ ગુચૈતનાં નિવાસ સ્થાને ગયો હતો અને પોલીસની શોધખોળ વિશે તેને ખબર પડી હતી. પોતાનાં અડ્ડા પર પાછા આવીને તેણે સાગરિતોને આ અંગેની જાણ કરતા તેઓ ડરી ગયા હતા. ત્યારબાદ તેમણે રોહનને ગળુ દબાવી મારી નાંખ્યો હતો. રોહનનાં શરીરનાં ટૂકડા કરવા માટે ઇલેક્ટ્રીક કરવતનો ઉપયોગ કરાયો હતો. ત્યારબાદ તેમણે લાશનાં ટૂકડા એપીએમસી માર્કેટ પાસે ફેંકી દીધા હતા, તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.