નબળા પ્રતિસાદ બાદ મ્હાડાએ લોટરીનાં ઘરોની કિંમત ઘટાડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નબળા પ્રતિસાદ બાદ મ્હાડાએ લોટરીનાં ઘરોની કિંમત ઘટાડી
-
ઓનલાઈન પેમેન્ટની મુદત પણ વધારી

મ્હાડા પ્રાધિકરણે લોટરીનાં ઘરોની કિંમતોમાં નોંધનીય ઘટાડો કરવા સાથે ઓનલાઈન પેમેન્ટની મુદતમાં પણ વધારો કર્યો છે. ધાર્યા કરતાં ઓછો પ્રતિસાદ મળવાને લીધે જ મ્હાડાએ ભાવ ઓછા કર્યા હોવાનું કહેવાય છે.પ્રાધિકરણની તાજેતરમાં થયેલી બેઠકમાં ઘરની કિંમત નિ‌શ્ચિ‌ત કરવાના ધોરણ પર નિર્ણય લેવાઈ ગયો હોઈ ઘરની કિંમત પ્રતિ સ્કવેર ફૂટ ૩૦૦થી ૭૦૦ રૂપિયા સુધી ઓછી કરાઈ છે. આ સાથે ઓનલાઈન પેમેન્ટ કરવાની મુદત હવે ૯ જૂનના સાંજે ૬ વાગ્યા સુધીની કરાઈ છે.
ઓનલાઈન પેમેન્ટ પર બેન્કમાં અરજી રજૂ કરવાની જરૂર નથી. ડીડી દ્વારા ચુકવણી માટે બેન્કમાં ૧૧ જૂને બપોરે ૩.૩૦ સુધી તે સ્વીકારાશે. સ્વીકૃત અરજીની યાદી ૧૯ જૂને સાંજે ૬ વાગ્યે પ્રસિદ્ધ કરાશે. આ પછી ૨પ જૂનના સવારે ૧૦ વાગ્યે બાંદરા પ‌શ્ચિ‌મના રંગશારદા સભાગૃહમાં જાહેર જનતા સામે લોટરી કાઢવામાં આવશે, જે દિવસે સાંજે ૬ વાગ્યે વેબસાઈટ પર લોટરી વિજેતાનાં નામ અપાશે.અગાઉ મ્હાડા પાસે લેન્ડ બેન્ક ખતમ થઈ હોવાથી નવી ખાનગી જમીન વેચાતી લઈ ઘરો બાંધવાનું ધોરણ મ્હાડાએ સ્વીકાર્યું છે. તેથી મ્હાડાનાં ઘરની કિંમતો અને ખાનગી ડેવલપરે બાંધેલાં ઘરની કિંમતોમાં ખાસ ફરક રહ્યો નથી.
મ્હાડાનાં ઘર મોંઘાં હોવાની બુમરાણ મચી હતી. તેથી ઘરોની કિંમત ઓછી કરવા માટે મ્હાડાએ ઉપાધ્યક્ષ સતીશ ગવઈના અધ્યક્ષપદે સમિતિ નીમવામાં આવી હતી.આ સમિતિએ બે વર્ષ અભ્યાસ કર્યો હતો. આ સમિતિએ ઘરની કિંમતમાં જોડવામાં આવતું નફાનું પ્રમાણ, મૂડી પર લેવાતું વ્યાજ, સંભવિત નુકસાન અને આસ્થાપના ખર્ચ માટે વપરાતી જૂની ફોમ્ર્યુલાને બદલી તથા પ્રત્યક્ષ ખર્ચનો અંદાજ લઈ આ ખર્ચ વસૂલવાની શરૂઆત કરી હતી. લોકેશનના કારણે થનારા નફા- નુકસાનને ધ્યાનમાં લઈ કિંમત નિ‌શ્ચિ‌ત થશે એવું ધોરણ સમિતિએ બનાવ્યું હતું.