તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂણે-સતારા રોડ પરથી એક ગુજરાતી યુવાનની લાશ મળી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાહેરાત ક્ષેત્રે કામ કરતાં ચાર વ્યક્તિઓ ગોવા જતાં એક મહિ‌લા સાથે રહસ્યમય રીતે ગુમ થયા હતા, ત્રણ હજુ લાપતા

પુણે-સાતારા હાઇ-વે પરથી રહસ્યમત રીતે મળેલી વડોદરાના ગુજરાતી યુવાનની લાશે અનેક સવાલો ઉભાં કર્યાં છે. આ બાબતે પોલીસને ચોક્કસ તપાસની દિશા હજુ મળી નથી. ચાર ગુમ વ્યક્તિઓમાંથી હજુ સુધી માત્ર એક જ જણની લાશ મળી છે અને અન્ય ત્રણની તપાસ હાથ ધરવામાં આવી છે. ૧ નવેમ્બરે ગોવા જવા દરમિયાન ગુમ થયેલા ચાર જાહેરાત વ્યાવસાયિકોમાંથી એકની લાશ મળી આવી છે, જ્યારે ત્રણ હજુ પણ ફરાર છે. ૨૮ વર્ષીય ચિંતન બૂચની લાશ પુણે- સાતારા રોડ પર નીરા નદીમાંથી મળી આવી છે, જ્યારે કાર અને તેમાં બેઠેલા મૃતકના વધુ ત્રણ સાથીનો પત્તો હજુ લાગ્યો નથી, એમ પોલીસે જણાવ્યું હતું.

વિસ્તારમાં તપાસ સરોલા ગામ નજીક નીરા નદીમાંથી ચિંતન બુચની લાશ મળી આવી હતી, એમ ઈન્સ્પેક્ટર શ્રીકાંત નવલેએ જણાવ્યું હતું. ત્રણ ગુમ વ્યાવસાયિકોની શોધખોળ ચાલુ છે. ચારેય કોથરૂડની જાહેરાત કંપનીના કર્મચારીઓ છે, જેમાં એક ૨૮ વર્ષીય મહિ‌લાનો પણ સમાવેશ થાય છે. ૧ નવેમ્બરે તેઓ કારમાં નીકળ્યાં હતાં. તેમણે મહિ‌લાને ગોવા જતાં માર્ગમાં આવતાં તેના કોલ્હાપુર નિવાસસ્થાને છોડવાની હતી. ગત ચાર દિવસમાં આ ગુમ વ્યક્તિની ભારે શોધખોળ છતાં કોઈ સફળતા મળી નથી.

યુવાનોના વાલીઓએ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લે ૨ નવેમ્બરના રોજ તેઓ ટોલ પોસ્ટ પર જોવા મળ્યા હતા. ટોલ ચૂકવવા માટે થોડો સમય તેઓ રોકાયાં હતાં, જે પછી સાતારા બાજુ નીકળી ગયાં હતાં. ત્રણ અન્ય ગુમ વ્યક્તિમાં પ્રવીણ લેલે (૨૯), સાહિ‌લ કુરેશી (૨૮) અને શ્રુતિકા ચાંદવાનીનો સમાવેશ થાય છે, એમ પોલીસે જણાવ્યું હતું.

આ અંગે વધુ વિગતો જાણવા ક્લિક કરો આગળની સ્લાઇડ