મુંબઈ: પવાર-ઉદ્ધવની યશવંત સિંહા સાથે ચર્ચા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ: રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારે યશવંત સિંહા સાથે ફોન પર વાત કરી હતી. અમે તમારી સાથે છીએ એમ તેમણે જણાવ્યું હતું. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ યશવંત સિંહા સાથે ફોન પર ચર્ચા કરી હતી. અકોલાના આંદોલન પછી પોલીસે સિંહા સહિત આંદોલનકારીઓને તાબામાં લીધા હતા. પોલીસે તેમના છૂટકારાની તૈયારી પણ દર્શાવી હતી.

 

પવાર-ઉદ્ધવની યશવંત સિંહા સાથે ચર્ચા

 

તેમણે નકાર આપીને ઝાડ નીચે સુવાનું પસંદ કર્યું હતું. ખેડૂતોના માલને લઘુતમ ખાતરીભાવ બાબતે નક્કર આશ્વાસન આપ્યા સિવાય અમે આંદોલન પાછું ન ખેંચવા પર આંદોલનકારીઓ મક્કમ હતા.ખેડૂતોની માગણીઓ સંદર્ભે શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ યશવંત સિંહા સાથે ફોન પર ચર્ચા કરી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે પણ તેમની સાથે ફોન પર વાતચીત કરી હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે યશવંત સિંહા સાથે વાતચીત કરવાનો નકાર આપ્યો હતો એમ ભાજપ સંસદસભ્ય નાના પાટોલેએ કહ્યુંહતું.

અન્ય સમાચારો પણ છે...