તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પવારના નારાયણ રાણે પર વળતા પ્રહારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયની સરકાર સાથે મળીને ચલાવી રહેલા કોંગ્રેસ-એનસીપીના પ્રધાનો મહાપાલિકાની ચૂંટણીમાં એકબીજા સામે ઊભા છે. એનસીપી પર ગુંડાગીરીનો આરોપ મુકનારા કોંગ્રેસઓનો ઉધડો લેતાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નારાયણ રાણેની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે ''ગુનેગારોને સાથ આપવા બદલ જો આક્ષેપો થતા હોય તો કેબિનેટ બેઠક પછી ગૃહ પ્રધાન આર. આર. પાટીલે પણ સાથે બેસનારાઓ તરફ આંગળી ચીંધવી પડશે.

કોંગ્રેસના પ્રચાર સભામાં રાણેએ એનસીપી પર ગુંડાગીરીનો આરોપ મૂક્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે 'ચેમ્બુરની ગેંગનો ઈતિહાસ હજી ગૃહખાતા પાસે છે. આ ટોળકીનું કામ સૌ જાણે છે. તેથી તમે એ ગુનેગારી વિશે મંતવ્ય આપે તેનાથી વધુ હાસ્યાસ્પદ કઇ નથી, નૈતિકતાની વાતો કરનારે પોતાનો ભુતકાળ જોઇ વાત કરવી’’.