ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા, પણ ટૂંક સમયમાં જ સર્જરી કરાવવી પડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જમણા ખભામાં દર્દ અને કમજોરીને લઈને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
- પીઢ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
મુંબઈ: પીઢ અભિનેતા ધર્મેન્દ્રને કમજોરી અને ખભામાં દર્દને લઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી શુક્રવારે રજા આપી દેવામાં આવી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેમને સર્જરી કરાવવી પડશે. 79 વર્ષીય અભિનેતાને જમણા ખભામાં દર્દ અને કમજોરી મહેસૂસ થતાં 27 મેના હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.અમે તેમનું એકંદર આરોગ્ય તપાસી લીધું છે. તેઓ સાજા છે. ચિંતાનું કારણ નથી. આથી શુક્રવારે બપોરે તેને રજા આપી દેવાઈ છે, એમ ઓર્થોપેડિક સર્જન ડો. સંજય દેસાઈએ જણાવ્યું હતું.જોકે થોડા દિવસ પછી તેમને સર્જરી કરાવવી પડશે.
ધર્મેન્દ્રનાં પત્ની હેમા માલિનીએ ટ્વીટ પર ઉત્સુક ચાહકોને જાણકારી આપી હતી કે તેમને વારંવાર થાક લાગતો હતો અને ખભામાં દર્દ પણ હતું. આથી તપાસ માટે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમનું હેમોગ્લોબિન ઓછું થયું હતું અને એનિમિયાની તકલીફ થઈ હતી. જોકે હવે તેઓ સાજા છે. થોડો સમય પછી ખભાની સર્જરી કરાવવી પડશે.બોલીવૂડમાં હી-મેન તરીકે જ્ઞાત ધર્મેન્દ્રને 2012માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

છેલ્લે ધર્મેન્દ્રે ડબલ કી ટ્રબલ ફિલ્મમાં જોવા મળ્યા હતા. તેમની પ્રથમ પત્નીથી થયેલા સંતાન સની અને બોબી અભિનેતા છે, જ્યારે હેમા માલિનીથી ઈશા અને આહના એમ બે પુત્રી છે.
ધૂમ અભિનેત્રી ઈશાએ પિતાની દરકાર રાખનાર સૌ ચાહકોના આભાર માનતાં પિતા સાજા છે એવું જણાવ્યું છે.
અન્ય સમાચારો પણ છે...