તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાઈવ ગાર્ડન્સના સુશોભન પાછળ પાંચ કરોડ ખર્ચાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ફાઈવ ગાર્ડન્સના સુશોભન પાછળ પાંચ કરોડ ખર્ચાશે
-ફાઈવ ગાર્ડન્સ હેરિટેજ યાદીમાં સામેલ હોવાથી સંબંધિત કમિટીની મંજૂરી બાદ કાયાપલટ
માટુંગાના ફાઈવ ગાર્ડન્સનું ટૂંક સમયમાં સુશોભન કરવામાં આવશે. એ માટેની યોજના ઘડવામાં આવી છે. આ સુશોભન માટે મુંબઈ મહાનગરપાલિકા સાડા પાંચ કરોડ રૂપિયા ખર્ચ કરશે. માટુંગા (પૂર્વ)ના જહાંગીર રોડ પરના વિસ્તૃત પટ્ટામાં પાંચ ઉદ્યાનો છે. એ ફાઈવ ગાર્ડન્સ હેરિટેજ યાદીમાં સામેલ હોવાથી સંબંધિત કમિટીની મંજૂરી બાદ કાયાપલટ અને સુશોભનની યોજના હાથ ધરાશે.
સુશોભનની યોજનામાં મંચેરજી જોશી ઉદ્યાનમાં જૂના ફુવારામાં સુધારા-વધારા અને સજાવટ, બાળકોને રમવા માટેનાં સાધનોનો અલગ વિભાગ, વર્ષા જળસંગ્રહ એટલે કે રેઈન વોટર હાર્વેસ્ટિંગની જોગવાઈ કરવામાં આવશે. બગીચાના ભૂગર્ભમાં પાણીનું સ્તર-જળસપાટી વધારવા માટે વિશષ્ટિ કૂવો-રીચાર્જ રિંગપેલ બાંધવામાં આવશે. સુશોભન યોજનામાં આકર્ષક વૃક્ષો રોખવાનો પણ સમાવેશ હોવાનું મહાપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રાહુલ શેવાળેએ જણાવ્યું હતું.