• Gujarati News
  • Of Course, Losing The Election: Congress Workers Have Filed A New Vigor

ચૂંટણી હાર્યા પણ હિંમત નહીં: કોંગ્રેસ કાર્યકરોમાં નવો જોશ ફૂંકી રહી છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર્યકરોએ પણ હતાશામાંથી બહાર આવીને પૂરા જોશ સાથે કામ કરવાનું વચન આપ્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય અને મુંબઈમાં સુપડા સાફ થઈ ગયા પછી નિરાશ થયેલા કાર્યકરો અને નેતાઓમાં નવો જોશ ફૂંકવા માટે કોંગ્રેસે મુંબઈમાં પ્રયાસ શરૂ કરી દીધા છે. ચૂંટણી પરિણામ પછી હતાશ અને દૂર થઈ ગયેલા કાર્યકરોમાં નવો જોશ ફૂંકવાની કવાયતની ભાગરૂપે આજે ઉત્તર મુંબઈ જિલ્લા કોંગ્રેસ કમિટી તરફથી બોરીવલી પ‌શ્ચિ‌મમાં શિંપોલી ખાતે સંમેલનનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં આ મતવિસ્તારમાંથી કારમો પરાજય પામેલા માજી સાંસદ સંજય નિરૂપમ, જિલ્લા અધ્યક્ષ અશોક સૂત્રાળે, સંદેશ કોંડવિલકર, ડો. અજંતા યાદવ સહિ‌ત કાર્યકરો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સંજય નિરૂપમ સહિ‌તના આગેવાનોએ આમાં માર્ગદર્શન કર્યું હતું. ખાસ કરીને લોકસભાની ચૂંટણીનાં પરિણામોથી હતાશ નહીં થવા અને નવા જોશ સાથે આગામી વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા માટે તેમણે અનુરોધ કર્યો હતો. આ સમયે કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચૂંટણી હાર્યા છીએ પરંતુ હિંમત નહીં એ આગામી વિધાનસભામાં બતાવી દેવાનું છે, એવો સંદેશ નિરૂપમે કાર્યકરોને આપ્યો હતો.