'મનસે સેનામાં વિલીન થાય તો જ માન્ય'

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આરપીઆઈનાં અધ્યક્ષ રામદાસ આઠવલેનો નવો દાવ
- આરપીઆઈએ મહાયુતિમાં રહેવા માટે ફરીથી જુદો વિચાર કરવો પડશે, સમય આવ્યે યોગ્ય નિર્ણય લેવામાં આવશે
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનાં મર્નોમિલનની વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે, ત્યારે આરપીઆઈનાં અધ્યક્ષ રામદાસ આઠવલેએ નવો દાવ ખેલ્યો છે. ''રાજ ઠાકરે પોતાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને શિવસેનામાં વિલીન કરે તો તેમનું મહાયુતિમાં સ્વાગત છે’’ એમ પત્રકારો સાથે વાતચીતમાં આઠવલેએ જણાવ્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ પોતાના ઈન્ટરવ્યુમાં રાજ અને મનસે સાથે મૈત્રી માટે અનુકુળતાનો ખુલ્લો સંકેત આપ્યો હતો. ત્યાર બાદ શિવસેનાના સહયોગી પક્ષ ભાજપે ઉદ્ધવના વલણનું જાહેર સ્વાગત કર્યું હતું.આ વેળા મહાયુતિનાં ત્રીજા સાથી રિપબ્લિકન પક્ષના નેતા રામદાસ આઠવલેએ નોખા પ્રકારની ગુંગલી ફેંકી હતી. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે અદભુત માગણી કરતાં આઠવલેએ જણાવ્યું હતું કે ''કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનો સક્ષમ વિકલ્પ આપવા માટે મહાયુતિની રચના થઈ છે.
મહાયુતિ જ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસને લડત આપી શકે તેમ જ છે. મનસે નહીં. તેથી રાજ જો મનસેને વિખેરી નાખીને શિવસેનામાં સામેલ થતાં હોય તો જ તેમનું સ્વાગત છે, પરંતુ મનસેનું સ્વતંત્ર અસ્તત્ત્વિ‌ જાળવીને રાજ મહાયુતિમાં ભળવાના હોય તો તે બાબત મને મંજૂર નથી. આમ આરપીઆઈએ મહાયુતિમાં રહેવા માટે ફરીથી જુદો વિચાર કરવો પડશે, સમય આવ્યે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.’’
આઠવલેએ રાજ વિરોધી સૂર વ્યક્ત કરતાં મહાયુતિમાં આરપીઆઈની ભૂમિકા અને યોગદાનના વખાણ કર્યા હતા. ''મુંબઈ અને થાણે મહાપાલિકાની ચૂંટણીમાં આરપીઆઈને ખાસ સફળતા મળી ન હોવાથી મહાયુતિનાં વિજયમાં આરપીઆઈનો મોટો ફાળો છે. તેમજ ખડકવાસલા વિધાનસભા ચૂંટણીમાં પણ આરપીઆઈનો સાથ મળવાથી ભાજપને ફાયદો થયો હતો.’’ એવી યાદો આઠવલેએ તાજી કરી હતી.